પ્રાંતિજના ફતેપુર પ્રા.આરોગ્ય કેન્દ્રને એન.ક્યુ.એ.એસ. સર્ટીફીકેટ એનાયત
06, નવેમ્બર 2020

અરવલ્લી : ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ફતેપુર ખાતેના અમીચંદભાઈ હીરાભાઈ પટેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ અને ગુણવત્તા જાળવવા માટેની અતિસુંદર આરોગ્યલક્ષી સેવાઓ બદલ અને ગુણવત્તા જાળવવા માટેનું સર્ટિફિકેટ કેન્દ્ર દ્વારા સાબરકાંઠા જિલ્લામાં માત્ર ફતેપુર કેન્દ્રને આપવામાં આવ્યું છે. 

સાબરકાઠા જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.રાજેશ પટેલના કુશળ માર્ગદર્શન હેઠળ ફતેપુર આરોગ્ય કેન્દ્રના અગાઉના મેડિકલ ઓફિસર ડૉ.નિશિત શાહ,મેડિકલ ઓફિસર ડૉ.પાર્થ પટેલ,ડૉ.તસ્લિમ મેમણ અને ડૉ.પ્રશાંત ભીમાણી અને તેમની ટીમે આરોગ્યલક્ષી તમામ સેવાઓ અને આરોગ્ય કેન્દ્રની વિવિધ સંભાળ આરોગ્ય મંત્રાલયની ગાઈડ લાઈન પ્રમાણે કરતાં કેન્દ્રની ટીમે વર્ચ્યુઅલ મોનીટરીંગ કરતા કામગીરીની વિવિધ બાબતોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. તુલનાત્મક અભ્યાસ બાદ શ્રેષ્ઠ કામગીરી માલુમ પડતાં સતત ત્રીજા વર્ષે પણ ફતેપુર આરોગ્ય કેન્દ્રને શ્રેષ્ઠ આરોગ્યની ગુણવત્તાસભર કામગીરીનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.

આ તમામ શ્રેય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડૉ.નિશિત શાહ,મેડિકલ ઓફિસરની કામગીરી અને ટીમની કામગીરીને ફાળે યશ મળતાં જિલ્લા વિકાસ અધિકારી ડૉ.રાજેન્દ્ર પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.રાજેશ પટેલ, સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન અને આરોગ્ય કેન્દ્ર જમીનના દાતા મહેશભાઈ પટેલ, માજી મંત્રી જયસિંહ ચૌહાણ , માજી ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, સરપંચ શ્રીમતી તારાબેન બારૈયા, રમનસિંહ બારૈયા, પ્રાંતિજ તાલુકા ઈન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. એ.એચ.સોલંકી, ડૉ.આર.કે.યાદવ. ફતેપુર આરોગ્ય કેન્દ્રની ટીમ સહિત તમામ કર્મચારીઓને અભિનંદન આપ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution