ફતેપુરાના ધારાસભ્ય રમેશ કટારાને વિધાનસભા દંડક બનાવાયા
23, સપ્ટેમ્બર 2021

સુખસર

દાહોદ જિલ્લાના ફતેપુરા મતવિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ કટારાને વિધાનસભા દંડક બનાવાયા છે ૧૨૯ ફતેપુરા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ કટારાને વિધાનસભા દંડક તરીકે પદ આપતા ફતેપુરા તાલુકાના બલૈયા ખાતે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.તેમજ ધારાસભ્ય રમેશભાઈ કટારા ઉત્તરોત્તર રાજકીય ક્ષેત્રે પ્રગતિના સોપાન સર કરતા રહે તેવા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.ઉપરોક્ત તસ્વીરમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા બલૈયા ખાતે ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution