વલસાડ-

દક્ષિણ ગુજરાતમાં કોરોનાના કહેર અને વરસાદની આફત વચ્ચે મોડી રાત્રે વલસાડ જિલ્લામાં ભૂકંપના ૪ આંચકા અનુભવાયા હતા. ૧.૯ થી લઈને ૪.૧ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકાનું એપિસેન્ટર મહારાષ્ટ્રના પાલઘર નજીક હોવાનું જાણવા મળ્યું છે. ભૂકંપના આંચકા મહારાષ્ટ્ર નજીકના વલસાડ જિલ્લાના વિસ્તારની હાઈરાઈઝ બિલ્ડીંગમાં અનુભવા હતા. વલસાડની સાથે સેલવાસમાં પણ લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હોવાનું જાણવા વળ્યું છે. વલસાડ જિલ્લામાં અચાનક ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ છે.

મોટી ઇમારતોમાં રહેતા લોકોમાં ભયનો માહોલ છે. ગ્રામ્ય વિસ્તાર બાદ હવે શહેરમાં પણ ભૂકંપના આંચકો અનુભવાયો હતો. સામાન્ય રીતે ૩ની તીવ્રતાથી નીચેના આંચકા સામાન્ય રીતે ઓછા અનુભવાય છે. પરંતુ તેનાથી ઉપરની તીવ્રતાનો આંચકો આવે તો તેની ધ્રુજારી લોકો સ્પષ્ટ રીતે અનુભવ કરી શકે છે. રાત્રે ૧૧.૪૧થી ૧૨ વાગ્યા સુધીમાં પાલઘરમાં ૪ આંચકા આવ્યા હતા. ત્યારબાદ સવારે ૮ વાગ્યા સુધીમાં વધુ ભૂકંપના ૬ આંચકા આવ્યા હતા. જેમની તીવ્રતા ઓછી હોવાથી વલસાડ જિલ્લામાં અનુભવાયા ન હતા. જાેકે, પાલઘરની ભૂકંપની ફોલ્ટલાઈન ફરી સક્રિય થઈ હોવાથી ચિંતામાં વધારો થયો છે.