દાહોદ જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં હાલ મચ્છરજન્ય અને ઋતુજન્‌ રોગોએ માજા મુકી છે. ઘેર ઘેર શરદી ખાંસી તાવ મેલેરિયા તેમજ વાઇરલ ઇન્ફેક્શન જેવા રોગોના ખાટલા છે અને દવાખાનાઓ થી માંડી મોટી હોસ્પિટલો પણ દર્દીઓથી ઊભરાઈ રહી છે તેવા સમયે સંજેલી ગામના સરપંચની વિકાસના કામ પ્રત્યેની નિષ્ક્રિયતા ગંદકીની ભરમાર મચ્છરોનો ચરમસીમાએ પહોંચ્યો ઉપદ્રવ ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય અને તેમાંય વળી સરપંચ ના ઘર આગળ મુખ્ય માર્ગ પર વાર્તા આખા ગામના કચરાને કારણે સંજેલી માં ભયંકર રોગચાળો ફાટવાની દહેશત ઊભી થવા પામી છે હાલ સંજેલી પંચાયત દ્વારા ડોર ટુ ડોર કલેકશન કરાતો સુકો અને ભીનો કચરો સંજેલી મુખ્ય માર્ગ પર સરપંચ ના ઘર નજીક તાજેતરમાં જ નવા બનેલા બસ સ્ટેશન ના ગેટ પાસે જ ઠાલવવામાઆવી રહ્યો છે.

જેના કારણે નવિન બસ સ્ટેશનના માંડવી રોડ તરફ જતા માર્ગના પ્રવેશદ્વાર પર જ ગંદકીના ફેલાયેલા સામ્રાજ્યને કારણે રોગચાળો વધુ વકરવાની દહેશત ઉભી થવા પામી છે. જેના કારણે તે રસ્તેથી શાળાએ જતા ગામના બાળકો તે તરફ આવેલ મંદિરે દર્શન માટે જતા દર્શનાર્થીઓ તેમજ બસ સ્ટેશનમાં આવતા જતા મુસાફરો માં પણ સંજેલી ગ્રામ પંચાયતના લોલમલોલ વહીવટ સામે ભારે નારાજગી ની સાથે સાથે રોષ પણ પણ જાેવા મળી રહ્યો છે એક તરફ સમગ્ર જિલ્લામાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત અને સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત મિશન અંતર્ગત ઘરે ઘરે શૌચાલય બનાવવાની અને કચરાપેટી મુકાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે બીજી તરફ સંજેલી ના સરપંચ અને તલાટી ને ગ્રામજનો દ્વારા આ મામલે રજૂઆત કરવા છતાં પણ તે બંને પોતાની મનમાની કરી ડોર ટુ ડોર કચરા કલેકશન નો દુર્ગંધ મારતો સુકો અને ભીનો કચરો મુખ્ય માર્ગ પર સરપંચના ઘર નજીક બસ સ્ટેશન ના ગેટ પાસે જ ઠાલવી સ્વચ્છ ભારત મિશનના લીરેલીરા ઉડાડી ભયાનક રોગચાળાને નોતરી રહ્યા છે છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારી એ સંજેલી વાસીઓ ને આર્થિક અને શારીરિક રીતે પાયમાલકરી નાખ્યા છે. જેથી નગરજનો હવે રોગચાળાનુ નામ સાંભળીને જ ફફડાટ અનુભવી રહ્યા છે હાલ સંજેલી માં વાયરલ ઇન્ફેક્શન તાવ શરદી મેલેરિયા જેવા રોગોએ માઝા મૂકી છે અને ડેન્ગ્યુ જેવો ભયાનક રોગ ગામ ના દ્વારે દસ્તક દેવા ઊભો છે ત્યારે સમય-સંજાેગો પારખી સંજેલી ગ્રામ પંચાયત દ્વારા પાણી આવે તે પહેલાં પાળ બાંધવાની નીતિ રીતિ અખત્યાર કરી ગામ ની ગંદકી દૂર કરવામાં આવે તેવી સમયની માંગ છે.