અરવલ્લી/નનાનપુર : સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરના વોર્ડ નંબર પાંચ  પાસેના વોર્ડ નજીક નગરપાલિકા  સંચાલિત પાણીના વાલ્વ પાસે આવેલા પાણીના વાલ્વ અને ભંગાર બની ગયેલા ચેમ્બર્સના કારણે વોર્ડમાં પાણીનો  પુષ્કળ પ્રમાણમાં બગાડ થાય છે.અસહ્ય ગંદકી, કાદવ કિચડના કિરણે મચ્છર માખીઓના  ઉપદ્રવથી રોગચાળાનો ભય છે. છેક ગલેચી ભાગોર બાજુ કોલેજ જતા રસ્તામાં આ ગંદકીને પાણી પહોંચે છે. જેના કારણે આ વિસ્તારમાંથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકો અને રાહદારીઓને ભારે હાલાકી પડી રહી છે.ગંદકીના કારણે મચ્છરોનો ત્રાસ અને મેલેરિયા, ડેંગ્યૂ જેવા રોગોના ફેલાવાનો ભય છે. આ તમામે તમામ બાબતોથી નગરપાલિકા અજાણ હોય તેમ કંઈ જ કામ ધ્યાને લેવામાં ન આવતા અપક્ષ કોર્પોરેટર મોહસીન છાલોટીયા દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવા છતાં હજુ  આ બાબતે કંઈ જ કાર્યવાહી કે નોંધ નહીં લેવાતાં   છાલોટીયા દ્વારા સત્વરે આ કામ પૂર્ણ નહીં થાય અને રોગચાળો ફેલાશે તો તેની જવાબદારી જે તે સત્તાવાળાઓ અને નગરપાલિકાના મુખ્ય અધિકારી કર્મચારીઓની રહેશે એમ જણાવ્યું છે.