સુરેન્દ્રનગર-

સમગ્ર રાજ્યમા મેઘરાજાની દ્વિતિય ઇનિંગ શરુ થઇ છે તેવામાં રાજ્યના લગભગ તમામ શહેરો તથા વિસ્તારમા સાવઁત્રિક વરસાદ શરુ થતા વાતાવરણમા ઠંડક અનુભવાય છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ ગઇકાલે મોડી રાતથી વરસાદના મંડાણ થતા ચોટીલા, થાનગઢ, ધ્રાંગધ્રા, વઢવાણ સહિતના તાલુકાઓ ભીંજાયા છે ઉલ્લેખનીય છે કે ચોમાસાની સિઝન શરુ થયા અઢી મહિના બાદ વરસાદની સારી શરુવાત થતા ક્યાંકને ક્યાક ખેડુતોમાં ખુશીનો માહોલ પણ છે પરંતુ હાલ શરુ થયેલા વરસાદથી કપાસના પાકને નુકશાન થવાની શક્યતા ખેડુતો દ્વારા સેવાઇ છે. જેમા ચોમાસાની સિઝનની શરુવાત સાથે જ કપાસના પાકનું વાવેતર કયુઁ હતુ જેથી કપાસના છોડમાં ફાલ આવી ગયો હોય જ્યારે ખેડુતો દ્વારા જણાવાયુ છે કે કપાસમાં આવેલા ઝીંડવા વરસાદના લીધે ખરી પડે છે અને કેટલાક વિસ્તારમા પાણીના લીધે પાકમાં ઈયળ સહિત રોગ આવવાની પણ શક્યતા વધે છે જેથી આ વરસાદ અન્ય પાક માટે આશીઁવાદ સમાન સાબિત થશે અને અન્ય પાક જે પાણીના અછતને લીધે મુરઝાઇ ગયા હતા તેવા નવા પ્રાણ ફૂંકાશે પરંતુ કપાસના પાકને મદદ અંશે નુકશાન પણ થશે ત્યારે ધરતીપુત્રોને રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાએ પધરામણી તો કરી છે પરંતુ વરસાદના લીધે ખેડુતોના પાકમા "કહી ખુશી કહી ગમ જેવો" ઘાટ સજાઁયો છે.