મુંબઈ

ફેડરલ બેન્કે ૩૦ જૂન, ૨૦૨૧ પૂરા થયેલા પહેલા ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યા છે. આ મુજબ પહેલા ક્વાર્ટરમાં બેન્કનો નફો ૩૬૭.૩ કરોડ રૂપિયા રહ્યો છે. આ સમયગાળા દરમિયાન બેન્કનો નફો ૪૧૫ કરોડ રૂપિયા પર રહેવાનો અનુમના હતો. પાછલા વર્ષના પહેલા ક્વાર્ટરમાં બેન્કનો નફો ૪૦૦.૮ કરોડ રૂપિયા પર રહ્યા હતો.

પહેલા ક્વાર્ટરમાં બેન્કની વ્યાજ આવક ૧,૪૧૮.૪ કરોડ રૂપિયા પર રહી છે. જેનો ૧,૪૬૮.૩ કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન હતો. ગયા વર્ષની પહેલા ક્વાર્ટરમાં બેન્કની વ્યાજની આવક ૧,૨૯૬.૫ કરોડ રૂપિયા રહી હતી. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં બેન્કના અસેટ ક્વાલિટીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ૩૦ જૂન, ૨૦૨૧ પૂરા થયેલા ક્વાર્ટરમાં બેન્કનો નેટ NPA ૧.૧૯ ટકાથી વધીને ૧.૨૩ ટકા રહ્યા છે.

ક્વાર્ટરના આધાર પર ૩૦ જૂન, ૨૦૨૧ પૂરા થયેલા પહેલા ક્વાર્ટરમાં બેન્કનો ગ્રોસ NPA ૩.૪ ટકાથી વધીને ૩.૫ ટકા રહ્યા છે. આ સમયગાળા દરમિયાન બેન્કની અન્ય આવક ગયા વર્ષના પહેલા ક્વાર્ટરના ૪૮૮.૪ કરોડ રૂપિયાથી વધીને ૬૫૦.૨ કરોડ રૂપિયા પર આવી ગઈ છે.

રૂપિયામાં જઇએ તો ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર બેન્કના ગ્રૉસ NPA ૪૬૦૨.૪ કરોડ રૂપિયાથી વધીને ૪૬૪૯.૩ કરોડ રૂપિયા પર અને નેટ NPA ૧૫૬૯.૩ કરોડ રૂપિયાથી વધીને ૧૫૯૩.૨ કરોડ રૂપિયા પર આવી ગયો છે. પહેલા ક્વાર્ટરમાં બેન્કની પ્રોવિઝનિંગ છેલ્લા ક્વાર્ટરમાં ૨૪૨.૩ કરોડ રૂપિયાથી વધીને ૬૪૧.૮ કરોડ રૂપિયા પર રહી છે.