દિલ્હી-

કોરોના બચાવ માટેની રસી બનાવનાર ભારત બાયોટેકના 50 કર્મચારીઓ કોરોના પોઝિટિવ બન્યા છે. ભારત બાયોટેકના મેનેજિંગ ડિરેક્ટર સુચિત્રા ઇલ્લા એ બુધવારે ટિ્‌વટ કરી જણાવ્યુ હતુ કે, " કંપનીના 50 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા બાદ પણ સમયસર રાજ્યોમાં, કોવેક્સીનની આપૂર્તિ કરવામાં આવી રહી છે. પરંતુ કેટલાક રાજ્યોમાં રસી ન મળવાની ફરિયાદ મળવી એ દુ:ખદ છે."

તેમણે ટ્વિટમાં કહ્યુ કે, " આવા બધા સંજોગો નિર્માણ થવા છતા 10 મેના રોજ દિલ્હી, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ત્રિપુરા, જમ્મુ અને કાશ્મીર સહિત 18 રાજ્યોમાં રસી મોકલવામાં આવી છે." આપને જણાવી દઈએ કે, " 18 થી 44 વર્ષની વચ્ચેના લોકોને રસી આપવામાં આવી રહી છે. પરંતુ રસી ન મળવાના કારણે ઘણા લોકોને રાહ જોવી પડી છે. દિલ્હી સહિતના ઘણા રાજ્યો, રસીના અભાવને કારણે તેમના કેન્દ્રો બંધ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, કોરોના સામે રક્ષણ માટે રસી અપાયેલા લોકો પણ નિરાશ થઈ રહ્યા છે. આના પર, દિલ્હી સરકારે બુધવારે કંપનીઓને રસીનો અભાવ ટાંકીને, કેન્દ્ર સરકાર તરફથી રસી પૂરી ન પાડવા માટે દોષી ઠેરવ્યા હતા.