/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

પાકિસ્તાનની સિંધ વિધાનસભામાં છૂટાહાથની મારામારી

કરાચી-

પાકિસ્તાનની સિંધ વિધાનસભાની અંદર પ્રધાનમંત્રી ઇમરાન ખાનની તહરીક-એ-ઇન્સાફ પાર્ટીના નેતા બાઝ્યા છે. સ્થિતિ એટલી હદ સુધી બગડી કે નેતા એકબીજાને પાડીને મારઝુડ કરવા લાગ્યા. એસેમ્બલીની અંદરના અનેક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ઘટના સીનેટ ચૂંટણીને લઇને બની હતી. ઉલ્લેખનીય છે કે પાર્ટીના ત્રણેય ધારાસભ્યો અસલમ આબરો, શહરયાર શાર અને કરી બખ્શ ગબોલે જાહેરાત કરી હતી કે પોતાની મરજી પ્રમાણે સીનેટ ચૂંટણીમાં વોટ આપશે.

PTIના ઉમેદવારોને વોટ ના આપવાથી નારાજ નેતાઓએ આ ત્રણેય નેતાઓને બળવાખોર ગણાવ્યા અને તેમની સાથે વિધાનસભામાં દાખલ થતા જ તેમના પર પ્રહાર કર્યો. પરસ્પર બાઝી રહેલા નેતાઓને અલગ કરાવવા PPP નેતા પણ આગળ આવ્યા અને મામલો વધતો ગયો. વિડીયોમાં જાેવા મળી રહ્યું છે કે સભાની અંદર કઈ રીતે હોબાળો મચ્યો છે. એટલા સુધી કે ભીડ એક નેતાને પાડી પણ દે છે. આ દમિયાન સભાના અનેક સભ્યો ઉઠીને બહાર જતા રહે છે, પરંતુ ગુસ્સે ભરાયેલા નેતાઓ પરસ્પર લડે છે.

જિયો ન્યૂઝ પ્રમાણે આબરોએ આરોપ લગાવ્યો છે કે સીનેટ ઉમેદવારીની ટિકિટો વહેંચવામાં આવી છે અને તેઓ સૈફુલ્લા આબરો અને ફૈઝલ વાવડાની પસંદગીથી સહમત નથી. તેમણે સ્પષ્ટ કહ્યું કે, તેઓ પાર્ટી લાઇન પર વોટ નહીં આપે. પાકિસ્તાનની સુપ્રીમ કૉર્ટે સોમવારના એક ચુકાદામાં કહ્યું હતુ કે, બુધવારના થનારી સીનેટ ચૂંટણી ગુપ્ત મતદાન દ્વારા થશે. આ ચુકાદો ત્યારે આવ્યો છે જ્યારે ભ્રષ્ટાચારથી બચવા માટે ખુલ્લા મતદાનની પરવાનગી આપવા પર સત્તાપક્ષ અને વિપક્ષમાં વિવાદ ચાલી રહ્યો હતો.

સુપ્રીમ કૉર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે, “ચૂંટણીમાં પારદર્શિતા જળવાયલી રહે તે ECPની જવાબદારી છે.” સીનેટ ચૂંટણીમાં મતદાનની રીતોને લઇને સુપ્રીમ કૉર્ટે ગુરૂવારના આ પ્રકરણમાં પોતાની સુનાવણી પૂર્ણ કરી હતી. મુખ્ય ન્યાયાધીશ ગુલઝાર અહમદ ૫ સભ્યોની ખંડપીઠની અધ્યક્ષતા કરી રહ્યા હતા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution