ધ્રાંગધ્રા શહેરના વિવાદીત કોમ્પલેક્ષને નગરપાલિકા દ્વારા આખરી નોટીસ
09, ડિસેમ્બર 2021

ધ્રાગધ્રા  ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ પર આવેલા વિવાદીત કોમ્પલેક્ષનુ ભુત ફરી ધુણ્યુ છે જેમા નગરપાલિકા દ્વારા આખરી નોટીસ આપી બિલ્ડીંગ યુઝ પરમિશન મેળવવા માટેની કાયઁવાહી સાત દિવસમાં પુણઁ કરવા ટકોર કરી છે. જ્યારે નોટિસમાં કોમ્પલેક્ષનુ અન અધિકૃત બાંધકામ પણ હટાવવાનો ઉલ્લેખ કરાતા દોડધામ મચી જવા પામી હતી.

જાણવા મળતી વિગતો અનુસાર ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા શહેરમા કેટલીક બી.યુ પરમિશન વગર તથા ફાયર સેફ્ટી વગરની ઇમારતો અને કૉમ્પલેક્ષો પર તવાઇ બોલાવતા તમામને નોટીસ ફટકારી લગભગ પાંચ જેટલી સરકારી સ્કુલોને ઇમારતોને સીલ પણ કરવામા આવી હતી ત્યારે ધ્રાંગધ્રા શહેરની હળવદ રોડ પર આવેલ કોમ્પલેક્ષને પણ નોટીસ આપી હતી જેમા આ કોમ્પલેક્ષમા નક્શાથી વિપરીત બાંધકામ અને બી.યુ પરમિશન વગર જ વેચાણ કરેલ દુકાનોને લઇને નગરપાલિકા દ્વારા લાલઆખ કરતા નોટીસો બાદ પણ કોમ્પલેક્ષના માલિક વાઘજીભાઇ પટેલ દ્વારા નગરપાલિકાની નોટીસોની અવગણના કરાઇ હતી.  જાેકે આ મામલે નગરપાલિકા દ્વારા લગભગ પાંચ જેટલી નોટીસો ફટકારી હતી પરંતુ રાજકીય વગદાર કોમ્પલેક્ષના માલિકને પેટનું પાણીયે રહ્યુ નહોતુ ત્યારે સમગ્ર મામલો ટાઉનપ્લાનીંગ કમિટીને સોપી તે સમયના ચીફ ઓફીસર રાજુભાઇ શેખ દ્વારા સમગ્ર મામલે હાથ ઉચા કરી દીધા હતા.

 આ તરફ ટી.પી કમિટીમાં સમગ્ર પ્રકરણનો લઇને ગત સામાન્ય સભા દરમિયાન વોડઁ નંબર ૮ના સુધરાઇ સભ્ય અજીતસિંહ ઝાલા દ્વારા આ મુદ્દે પ્રમુખ, ચીફ ઓફીસર સહિતના હોદ્દેદારોનુ ધ્યાન દોયુઁ હતુ જેથી સામાન્ય સભામાં જ ટાઉનપ્લાનીંગના અધિકારી બ્રહ્મભટ્ટને ખખડાવ્યા આવ્યા હતા જેથી અધિકારીઓ પર કોમ્પલેક્ષના અન અધિકૃત બાંધકામને તોડી પાડવાનું પ્રેશર વધતા કોમ્ટલેક્ષના માલિક વાઘજીભાઇ પટેલને આખરી નોટીસ પાઠવી તાત્કાલિક ધોરણે બી.યુ પરમિશન માટેની કાયઁવાહી કરી નક્શાથી વિપરીત અન અધિકૃત બાંધકામ તોડી પાડવા જણાવાયુ હતુ.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution