દિલ્હી-

કોરોના રોગચાળાની બીજી લહેરની અસર હવે ધીમે ધીમે ઓછી થઈ રહી છે, પરંતુ નિષ્ણાતોની ત્રીજી લહેરની ચેતવણીથી દેશનાં લોકો પરેશાન થઇ ગયા છે. નિષ્ણાતોનાં મતે, કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં બાળકોની સુરક્ષા માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, પરંતુ આ દરમિયાન કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ બાળકોની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે કે, ભવિષ્યમાં બાળકોને કોરોનાથી રક્ષણની જરૂર રહેશે. આવી સ્થિતિમાં, બાળકોની સારવાર માટેનાં પ્રોટોકોલ્સનો નિર્ણય પહેલા લેવો જોઈએ. કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારતનાં ભવિષ્ય માટે વર્તમાનનાં મોદી સિસ્ટમને ઉંઘમાંથી જગાડવાની જરૂર છે.