વડોદરા-

એક તરફ રાજ્યમાં કોરોના વાઈરસનો પ્રકોપ વધવા લાગ્યો છે. સરકાર કોરોનાને નાબૂદ કરવા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે તો બીજી તરફ રાજ્યમાં પેટા ચૂંટણીઓની જાહેરાત બાદ ઉમેદવારો અને તેઓના સમર્થકો દ્વારા કોરોનાની ગંભીરતાને નેવે મૂકી કોવિડના નીતિ નિયમોના ધજાગરા ઉડાવતા હોવાનું સામે આવ્યું છે.

કરજણ બેઠક પરના ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ આજે તેમના સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભરવા તાલુકા સેવાસદન ખાતે પહોંચ્યા હતા. જ્યાં બહોળી સંખ્યામાં સમર્થકોની ભીડ એકત્ર થતા સોશિયલ ડિસ્ટન્ટસિંગના ધજાગરા ઉડ્યા હતા.

રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના 8 ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા હતા. જેથી ગુજરાતની 8 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે. 3 જી નવેમ્બરે રાજ્યભરમાં યોજાનાર પેટા ચૂંટણી સંદર્ભે ભાજપ બાદ કોંગ્રેસે પણ તેના 5 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. કરજણ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ ઉમેદવારી પત્ર ભરવા સમર્થકો સાથે પહોંચ્યા હતા. જ્યાં તાલુકા સેવાસદન ખાતે સોશિયલ ડિસ્ટન્ટના ધજાગરા ઉડયા હતા.