વડોદરા બ્રેકીંગ

પોલીસ પોતાની મનમાની કરે છે એ સૌ કોઇને ખબર હોય છે પણ કેટલીક વાર પોલીસ એ હદ સુધી જતી રહે છે કે આરોપીને પોતાનો જીવ ગુમાવો પડે છે. ચોરીના શકંમદ આરોપીને શહેરના ફંતેગંજ પોલીસે ઢોર માર મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. 

ફતેગંજ પોલીસ મથકમાં ગત ડિસેમ્બરમાં બાબુ નિસાર શેખ નામના શખ્સને ચોરીના ગુનામાં ફંતેગજ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો, પરંતુ બાબુના પુત્રનુ રહેવુ હતુ કે તેના પિતા પિતા નિર્દોશ છે.લોકડાઉનના સમય દરમ્યાન હોવાના કારણે બાબુનો પુત્ર તેના પિતાને છોડવવા માટે આવી ન શક્યો કારણ તે તેલંગાળા રહેતો હતો. આ સમય દરમ્યાન પી.આઈ.પી.એસ.આઈ અને 4 કોન્સ્ટેબલે બાબુને ઢોર માર મારી તેને મોતને ઘાટ ઉતારી દિધો હતો. લોકડાઉનમાં રાહત મળતા બાબુનો દિકરો પોતાના પિતાને છોડાવવા માટે આવ્યો ત્યારે તેને કંઇ ચોક્કસ જવાબ ન મળતા તેણે કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા જેમાં પોલીસના ગુનાનો ભાંડો ફુટ્યો હતો   

પોલીસે બાબુને લગતા તમામ પુરાવાઓ નો પણ નાશ કર્યો હતા અને લાશને પણ સગેવગે કરી દીધી હતી. આ ઘટનાના એસીપી એ ફરિયાદી બની ગુન્હો નોંધાવતા શહેરમાં ખળભળાટ મચ્યો હતો. હાલમાં પી.આઈ સહિતના આરોપીઓ ફરાર છે