અંકલેશ્વર જી.આઇ.ડી.સી મા આવેલા ઝુંપડાઓમાં આગઃ અફરા-તફરી
27, માર્ચ 2021

ભરૂચ

ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વરમાં ઝુંપડાઓમાં આગ લાગતાં શ્રમિકો ભારે ચિંતામાં મુકાય ગયા હતા. જી.આઇ.ડી.સી વિસ્તારમાં આવેલ જે.બી કેમિકલ કંપનીની બાજુમાં આગ લાગતાં શ્રમજીવીઓનાં ઝુંપડાઓ બળીને ખાખ થઈ ગયા હતા.

અંકલેશ્વર જી.આઇ.ડી.સી વિસ્તારમાં આવેલ જે.બી કેમિકલ કંપનીની બાજુમાં શ્રમિકો ઝુંપડામાં વસવાટ કરતાં હોય છે ત્યારે આજે ઝુંપડાઓમાં કોઈ કારણસર આગ લાગી હતી જેના પગલે સમગ્ર ઝુંપડાઓ બળીને ખાખ થઈ ગયા હતા અને શ્રમિકો ઘર વિહોણા બન્યા હતા. આગ લાગતાં જ ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution