માંડવી, માંડવી જુની પોલીસ લાઈન જતાં રસ્તા પાસે આવેલી શોપિંગ સેન્ટર પાસે ધાસચારો ભરેલ ટેમ્પોમાં આગ લાગતા અફરા તફરી મચી ગઇ હતી. ટેમ્પોનાં ચાલકે જીવનાં જાેખમે ટેમ્પો હંકારી અંબાજી ચાર રસ્તાથી રાઈસ મિલ તરફ ખુલ્લા વિસ્તારમાં મૂકી ઉતરી ગયો હતો. આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં તેઓ દ્વારા તાત્કાલિક ધટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાય હતી.

માંડવી તાલુકાનાં વાધનેરા ગામે રહેતા કાનાભાઈ દેવાભાઈ બધીયા જેઓનાં બોલેરો ટેમ્પો (નં. જી.જે.૧૯.યુ.૪૧૧૦) માં ધાસચારો ભરી જુની પોલીસ લાઈન જતાં રસ્તા પાસે આવેલી શોપિંગ સેન્ટર પાસે પાર્કિંગ કરેલ હતો. બપોરે લેગભગ ત્રણ વાગ્યાનાં સુમારે ટેમ્પોમાં એકાએક આગ લાગતાં ટેમ્પોનાં ચાલકે જીવનાં જાેખમે ટેમ્પો ચલવી રાઈસ મિલ નજીક રસ્તા ની બાજુમાં ખુલ્લા વિસ્તારમાં મુકીને ઉતરી ગયો હતો. આ ઘટનાની જાણ ફાયર વિભાગ ને કરતાં તાત્કાલિક ધટના સ્થળે ફાયર બ્રિગેડનાં રાજદીપ સિંહ બોરાધરા, શૈલેષ ગામીત, જયેશ નાયકા, તેજસ ચૌધરી દ્વારા સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેડવાયો હતો.