પોરબંદર, પોરબંદર ચૂંટણી બંદોબસ્તમાં આવેલ આઈઆરબીના જવાનો વચ્ચે બબાલ થઈ છે. આ દરમિયાન ફાયરિંગ થતા ૨ લોકોના મોત અને ૨ લોકો ઇજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોરબંદરના નવી બંદર ખાતે સાયકલોન સેન્ટરમાં ઝઘડો થયો હતો. ઇન્ડિયન રિઝર્વ બટાલિયનના જવાનોના ઝગડામાં ફાયરિંગ થયા હોવાનું અનુમાન લાવામાં આવી રહ્યું છે. બે જવાનોનું ઘટના સ્થળે જ મોત થયું છે, જ્યારે અન્ય બે ઇજાગ્રસ્તને પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યાં છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો અને અન્ય જવાનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. ક્યાં કારણે ઝઘડો થયો તે અંગે પોલીસે વધુ તાપસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે, પોરબંદરમાં ચૂંટણીના બંદોબસ્ત દરમિયાન ફાયરિંગ થયાની ઘટના બની છે, જેમાં બે લોકોનું મોત થયું છે. ચૂંટણી બંદોબસ્તમાં આવેલા જવાનો વચ્ચે બબાલ થઈ હતી. આ બબાલમાં બે લોકોના મોત થયા છે.

પોરબંદરમાં આઈઆરબીના જવાનો વચ્ચે બબાલ થઈ હોવાના સમાચાર મળ્યા છે. ચૂંટણી પહેલા જ પોરબંદરમાં ફાયરિંગ થયું છે. આ ફાયરિંગમાં બે જવાનોના મોત થયા છે, ત્યારે આ મામલે પોલીસ અધિકારીઓ હોસ્પિટલ પહોચ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ફાયરિંગ થવા પાછળનું કારણ હજૂ સુધી સામે આવ્યું નથી. જાે કે પોલીસ પોતાની તપાસ ચલાવી રહી છે.