વાંસદા તાલુકાની કાજલ માહલા એથ્લેટિકસની ટ્રાયલમાં પ્રથમ ક્રમે
20, ફેબ્રુઆરી 2021

વાંસદા.વાંસદાની કાજલ માહલા ઓલ ઇન્ડિયા એથ્લેટિકસ ફેડરેશન ટ્રાયલમાં પ્રથમ ક્રમે આવી છે. ગુજરાત સ્ટેટ એથ્લેટિકસ એસોસિએશન તેમજ સ્પોટ્‌ર્સ ઓથોરીટી ઓફ ગુજરાત અંતર્ગત, ૩૨’વેસ્ટ ઝોન ઇન્ડિયા એથ્લેટિકસ સિલેક્શન ટ્રાયલ સ્પોર્ટ્‌સ કોમ્પલેક્ષ બરોડા માંજલપુર.ખાતે તારીખ ૧૪ અને ૧૫’ફેબ્રુઆરી (રવિ - સોમ ) ૨૦૨૧ના રોજ આયોજિત થયેલ હતું જેમાં ગુજરાત સ્ટેટ એથ્લેટિકસ એસોસિએશન સિલેક્શન ટ્રાયલ માં ડો.વિજય ના પ્રયાસથી સફળતા મળી છે.૧૦’કિલોમીટર, ૫ કિલોમીટર ,૧૫૦૦,મીટર, ૮૦૦,મીટર, ૪૦૦, મીટર , ફરાટા દૌડ, લાંબી કૂદ અને ઉચીકુદ વગેરે કૌશલ્યો માં સિલેક્શન થયેલ હતા. તમામ માહિતી તથા ડોક્યુમેન્ટ્‌સનું વેરીફીકેશન થયા બાદ આગામી સિલેક્શન ટ્રાયલ તારીખ ૨૪,૨૫,૨૬ અને ૨૭, ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ રાયપુર છત્તીસગઢ કોટા ખાતે ઓલ ઇન્ડિયા ચેમ્પિયનશીપનું આયોજન થયેલ છે. તે હાલમાં આર્ટસ અને કોમર્સ કોલેજ વાંસદા ખાતે અભ્યાસ કરી રહી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution