ભરૂચના ભાડભુતમાં વિયર કમ કોઝવેના નિર્માણનો માછીમારો દ્વારા વિરોધ કરાયો
09, નવેમ્બર 2020

ભરૂચ

સમસ્ત ભરૂચ જિલ્લા માછી સમાજ દ્વારા ભાડભૂત ખાતે ભાડભૂત યોજના અંગે ર્નિણય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અગાઉ થી જાહેરાત કરી હોવાથી વહેલી સવારથી ભરૂચ તાલુકાના ભાડભૂત ખાતે પોલીસ બંદોબસ્ત નો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. ચારે તરફ કિલ્લા બંધી કરી દેવામાં આવી હતી.

ભરૂચ જિલ્લાના ભાડભુત નજીક આકાર લઇ રહેલાં વિયર કમ કોઝવેનો વિરોધ કરી રહેલાં માછીમારોનું ભાડભુત ગામમાં સંમેલન મળે તે પહેલાં જ પોલીસે આગેવાનોની અટકાયત કરી લીધી હતી. માછીમારોને સંમેલનમાં આવતાં રોકવા માટે ભાડભુત તથા આસપાસના વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો હતો.

ભાડભુત પાસે નર્મદા નદીમાં વિયર કમ કોઝવે સામે માછીમારો વિરોધ નોંધાવી રહયાં છે. માછીમારોનો આક્ષેપ છે કે, વિયર કમ કોઝવે બની જવાના કારણે દરિયામાંથી નદીમાં પ્રજનન માટે આવતી હિલ્સા માછલી બંધ થતાં માછીમારોની રોજગારી છીનવાઈ જશે. વિયર કમ કોઝવેના વિરોધમાં આગામી રણનિતિ ઘડી કાઢવા માટે રવિવારના રોજ ભાડભુત ગામ ખાતે સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા ર્નિણય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. માછીમાર સમાજના આંદોલનના પગલે પોલીસ તંત્ર એકશનામાં આવી ગયું હતું. ભાડભુત તેમજ આસપાસના વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયો હતો. માછીમારો ભાડભુત ગામમાં પ્રવેશી ન શકે તે માટે ઠેર ઠેર પોલીસ પોઇન્ટ ઉભા કરી દેવામાં આવ્યાં હતાં. સંમેલનની શરૂઆતમાં નર્મદા મૈયાની આરતી કરવામાં આવી હતી.

માછીમાર આગેવાનો સંમેલનને સંબોધિત કરે તે પહેલાં પોલીસની એન્ટ્રી થઇ હતી અને ત્રણ જેટલા આગેવાનોની અટકાયત પણ કરી લેવામાં આવી હતી. જોકે અટકાયત અંગે હજી પોલીસે વધુ કાંઇ જણાવ્યું નથી. બાદમાં એકત્ર થયેલાં માછીમારોને પણ વિખેરી નાંખવામાં આવ્યાં હતાં. માછીમાર સમાજે પોલીસની કામગીરીનો વિરોધ કરી આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી આપી છે. આ કોેેઝ વે માટે હાલ ભારે રોષ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution