દિલ્હી-

ઓડીશાના કાંઠે ત્રાટકેલા ભયાનક 'યાસ' વાવાઝોડાની અસર ગઈકાલથી શરૂ થઈ ગઈ હતી. લેન્ડ ફોલ વખતે તીવ્રતા ભયંકર રહેવાની આગાહીને ધ્યાને રાખીને ઓડીશા તથા પશ્ચિમ બંગાળના પાંચ એરપોર્ટ બંધ કરીને તમામ વિમાની ઉડ્ડયનો રદ કરી નાખવામાં આવ્યા હતા. કોલકતા, ભુવનેશ્વર, દુર્ગાપુર, રૂરકેલા સહીત પાંચ એરપોર્ટ બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી.આ સિવાય પશ્ર્ચિમ બંગાળ તથા ઓડીશાની ડઝનબંધ ટ્રેનો પર રદ કરી નાખવામાં આવી હતી.