ધ્રાંગધ્રા, ધ્રાંગધ્રા શહેરના ઋતુ રાજ સિનેમા નજીક રમજાન ઇદની સંધ્યાએ ગાળા ગામના બે યુવાનો પર બાઇક ધીમુ ચલાવવાનું કહેતા હુમલો કરાયો હતો. જે પાંચ હુમલો કચરો દ્વારા કરવામા આવેલા છરી વડે હુમલામાં ઇજાઁ પામેલા યુવાનોને સુરેન્દ્રનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યા સારવાર બાદ તેઓ દ્વારા અજાણ્યા પાંચ ઇશમો પર ફરીયાદ નોંધી હતી. ઇજાઁગ્રસ્ત બંન્ને યુવાનો હુમલાખોરોને નામ-ઠામની પણ જાણ ન હોય અને બનાવ બનેલા સ્થળ નજીક ક્યાય પણ સીસીટીવી કેમેરા નહિ હોવાના લીધે પોલીસને આ હુમલાખોરોની ઓળખ કરવા ખુબ જ કઠીન હતી જાેકે હુમલાની ઘટના બાદ તુરંત ડ્ઢઅજॅ જે.ડી પુરોહીત સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચી ચુક્યો હતો પરંતુ ત્યા સુધીમા તો હુમલાખોરો નાશી છુટ્યા હતા. પરંતુ રમજાન ઇદ હોવાના લીધે ઋતુરાજ સિનેમા પાસે આવેલા મયુર બાગ ખાતે આવતા-જતા રાહદારીઓ દ્વારા આ ઘટનાને પ્રત્યક્ષ નિહાળી હશે તેવી પુણઁ શક્યતા સાથે સામાન્ય લોકોની પુછપરછ કરાઇ જેમા પોલીસને માત્ર એટલુ જાણવા મળ્યુ કે હુમલાખોરો જે બાઇકમા સવાર હતા તે બાઇક નંબરપ્લેટ વગરનું હતુ માત્ર નંબરપ્લેટ વગરના બાઇકના આધારે ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જે.ડી.પુરોહીત તથા પીઆઇ એસ.બી.સોલંકી દ્વારા જુદી-જુદી ટીમો બનાવી હતી જેમા અજીતસિંહ ડોડીયા, યુવરાજસિંહ સોલંકી, દશરથભાઇ રબારી, મહાવીરસિંહ રાઠોડ સહિતની ટીમે ખાનગી રાહે તપાસ કરી ઘટના બાદ ગણતરીની કલાકોમાં જ પાંચેક જેટલા શખ્સોને ઝડપી પાડી એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટના હાજરીમા ઇજાઁગ્રસ્તની સામે તમામ પાંચેય શખ્સોની ઓળખ કરાઇ હતી. આ તરફ હુમલાની ઘટના બાદ તુરંત સતઁકતા દાખવી ગણતરીની કલાકોમાં જ પોલીસે તમામ હુમલાખોરોની ઝડપી પાડતા પોલીસની કામગીરીના ચો તરફ વખાણ થયા હતા.