પાલનપુરના સુંઢા નજીક બૂટલેગરની કારમાંથી દેશી દારૂના પાંચ કટ્ટા જપ્ત
30, જુલાઈ 2020

 વડગામ, તા.૨૯ 

ગઢ પોલીસ દ્રારા દારુનો વેપલો કરતા બુટલેગરો સામે લાલ આંખ કરવામાં આવી છે. જેના પગલે વિદેશી અને દેશી દારુનું વેચાણ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે‌. ગઢ પોલીસ મથકના સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ગઢ પીએસઆઈ એસ.એ.ચૌધરી તેમજ હેડ. કોન્સ.શક્તિસિંહ તથા પો.કો. જગદીશસિંહ તેમજ પો.કો.જયેશકુમાર ગઢ પોલીસમથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમી મળેલી કે એક સિલ્વર કલરની કાર સુંઢા નજીકથી દારૂ લઇને પસાર થઈ રહી છે.‌ જેથી પોલીસની ટીમ બાતમીવાળી જગ્યાએ વોચ ગોઠવી હતી.

દરમિયાન સુંઢા ગામન્ની સીમમાંથી સિલ્વર કલરની સેન્ટ્રો કાર આવી રહી હતી ત્યારે પોલીસને જોઈને ગાડીચાલક ગાડી લઈને ભાગવાની કોશીષ કરતાં પોલીસે પીછો કરી ગાડીને ઝડપી લીધી હતી. કારની તલાશી લેતાં તેમાથી દેશી દારૂ ભરેલા ૫ કટ્ટા મળી આવ્યા હતા.   ચાલકની પુછપરછ કરતાં તેનુ નામ વલાજી કડવાજી ઠાકોર રહે. વાધણા તા. સિધ્ધપુર હોવાનુ જણાવેલ જેથી તેને ઝડપી લઈ દારુ ૧૨૦ લીટર કિં. ૨૪૦૦ રુ. તેમજ સેન્ટ્રો કારની કિ.રૂ ૧ લાખ એમ કુલ મળી ૧લાખ ૨હજાર ૪૦૦નો મુદામાલ કબજે લઈ આરોપી સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.‌ અત્રે ઉલ્લેખનીય છે કે ગઢ ખાતે પીએસઆઈ એસ.એ.ચૌધરીના આવ્યા બાદ બુટલેગરો સામે લાલ આંખ કરાતાં દારૂનો વેપલો કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution