દાહોદ ચૂંટણીના પગલે સરહદી મધ્યપ્રદેશને અડીને આવેલા ગામોમાં ગરબાડા પોલીસ વિભાગ દ્વારા આચારસંહિતા જળવાય અને ગુનાહિત પ્રવૃતિ રોકી શકાય અને લોકોની અવર જવર પર નજર રાખી શકાય તે પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે. ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા માટે આંતરરાજ્ય સાથે સંકળાયેલા ગામ ઉપર પાંચ જેટલી ચેક પોસ્ટ ઊભી કરી દેવામાં આવી છે. જે તમામ પાંચ ચેકપોસ્ટને વિવિધ સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે.જેમાં નિમચ, ઝરીબુઝર્ગ, શરાબલી, પાંચવાડા અને મિનાકયાર આમ કુલ પાંચ સ્થળે ચેક પોસ્ટ ઊભી કરવામાં આવી છે. ગરબાડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી. કે જાદવ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આગામી ચૂંટણીને ધ્યાને રાખી સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવા માટે આ ચેકપોસ્ટો મદદરૂપ બનશે. ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા માટે આંતરરાજ્ય સાથે સંકળાયેલા ગામ ઉપર પાંચ જેટલી ચેક પોસ્ટ ઊભી કરી દેવામાં આવી છે. જે પાંચ ચેકપોસ્ટને વિવિધ સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે.