રાજપીપળા :  ભરૂચ જિલ્લાની ઝઘડિયા જી.આઈ.ડી.સી ખાતે આવેલી એક ખાનગી કંપનીના કામદારોની ગાડીનો નેત્રંગ-મોવી વચ્ચે ટ્રક૪ સાથે અકસ્માત સર્જાતા ૫ કામદારોના મોત નિપજ્યા છે જ્યારે ૧૦ કામદારો ઘાલય થતા ૭ ઘાયલોને નજીકના પી.એચ.સી ખાતે જ્યારે ૩ ઘાયલોને રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે ૧૦૮ દ્વારા સારવાર માટે ખસેડાયા હતા.પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા જી.આઈ.ડી.સી ખાતે આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરતા કામદારો ઈકો ગાડી નંબર જીજે ૧૬ સીબી ૭૮૪૦ માં પરત પોતાના ઘરે આવી રહ્યાં હતાં.દરમિયાન મોવી-નેત્રંગ બાજુથી પુરઝડપે આવી રહેલી ટ્રકથી બચવા ઈકો ગાડીના ચાલકે કાર રોંગ સાઈડ પર લાવી દીધી હતી.દરમિયાન સામેથી આવતા ટ્રકનો ઈકો કાર સાથે ગમખ્વાર અકસ્માત થતા ઈકો કાર નેત્રંગ તાલુકાના વાંદરવેલી ગામના પાટિયા પાસેના નાળામાં ઉતરી પડી હતી.આ અકસ્માતમાં નેત્રંગ તાલુકાના બિલાઠા ગામની ૨૨ વર્ષીય ચંદ્રિકા હરેશ વસાવાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે આ અકસ્માતમાં ૧૦ કામદારો ઘાયલ થયા હતા.એ પૈકી ૩ ઘાયલોને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં અને ૭ ઘાયલોને નેત્રંગ નજીકના પી.એચ.સી સેન્ટર ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા.બીજી બાજુ વધુ સારવાર અર્થે ૧૦૮ દ્વારા રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લવાઈ રહેલા ૪ ઘાયલ વ્યક્તિઓના રસ્તામાં મોત નિપજ્યા હતા.મૃતકોના પરિવારજનોએ ત્યાં આક્રંદ મચાવ્યો હતો.આ અકસ્માત સંદર્ભે પોલિસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ટ્રક ચાલકને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.

મૃતકોની યાદી

(૧)જાેસના બેન સુનીલાલ વસાવા (ઉ.વ.૧૮ રહે.પલસી, તા.નાંદોદ)

(૨) સૈનિકાબેન કેસૂરભાઈ વસાવા (ઉ.વ.૨૧, રહે.મોવી, તા.નેત્રંગ)

(૩) પ્રવીણાબેન જેઠાભાઈ વસાવા (ઉ.વ.૧૮, રહે.મોવી, તા.નેત્રંગ)

(૪) તીરસભાઈ મોહનસિંગ વસાવા (ઉ.વ.૨૧, રહે.મોતીયા, તા.નેત્રંગ)

(૫) ચંદ્રિકા હરેશભાઈ વસાવા (ઉ.વ.૨૨, રહે.બીલાઠા, તા. નેત્રંગ)