જામનગરમાં શેરીઓમાં પુર, પાણીમાં NDRFએ દોરડા બાંધી કર્યુ દિલધડક ઓપરેશન
13, સપ્ટેમ્બર 2021

જામનગર-

જામનગગર જિલ્લામાં જળસંકટ સર્જાયું છે. જામનગર જિલ્લામાં એક જ દિવસમાં 50 વર્ષમાં ન વરસ્યો હોય તેવો વરસાદ વરસી જતા ગામે ગામ શેરીઓમાંથી નદીઓ વહેવા લાગી છે. જામનગરના બાંગા  ગામે સવારે હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું તો બપોર પડતા કાલાવાડના ગામોમાં પણ જળબંબારમાં પણ જળબંબાકારના દૃશ્યો સર્જાયા છે. કાલાવાડમાં શેરીમાંથી નદી વહેવા લાગી હોય તેવા દૃશ્યો સામે આવ્યા હતા જેના પગલે NDFR દ્વારા દોરડા બાંધીને દિલધડક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતુ આ રેસ્ક્યૂના દૃશ્યો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે. કાલાવડી નદીના પાણીમાં ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. આ નદીના પાણીનું સ્તર વધી જતા 31 લોકો ફસાઈ ગયા હતા જેને દોરડા બાંધીને સલામત રીતે બહાર કાઢવાની ફરજ પડી હતી. NDRFએ દોરડા બાંધી અને રેસ્ક્યૂ કર્યુ હતું કુલ 13 પુરૂષ, 11 મહિલા અને 7 બાળકોનું રેસ્ક્યૂ કરી અને લોકોને બચાવ્યા હતા. જામનગરના આલિયાબાડા ગામમમાં રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવ્યું હતું.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution