જામજાેધપુરમાંથી ફૂડ વિભાગે ૧૦૦ કિલો ભેળસેળયુક્ત ઘી જપ્ત કર્યું સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા
10, નવેમ્બર 2023

જામનગર જામનગર જિલ્લાના જામજાેધપુરમાં આવેલી ઉમિયાજી ડેરી નામની દુકાનમાં તેના વેપારી દ્વારા તહેવારો દરમિયાન ભેળસેળયુક્ત ઘીનું વેચાણ કરાતું હોવાની બાતમી મળતા જામજાેધપુર પોલીસે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગને સાથે રાખીને દરોડો પાડ્યો હતો, અને ડેરી તેમજ રહેણાંક મકાનમાંથી ૧૦૦ કિલો શંકાસ્પદ ઘઈનો જથ્થો જપ્ત કર્યો હતો. ઘીના સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. જામજાેધપુરમાં બહુચરાજી મંદિર પાસે આવેલી ઉમિયાજી ડેરી નામની દુકાનમાં તેના સંચાલક બીપીનભાઈ ગોવિંદભાઈ ગોહેલ નામના વેપારી દ્વારા તહેવારો દરમિયાન ભેળસેળ યુક્ત ઘી વેચવાની પેરવી કરી રહ્યા છે, તેવી માહિતી જામજાેધપુ૨ પોલીસને મળી હોવાથી આજે ફૂડ વિભાગના ઓફિસર એન.એમ. પરમારને સાથે રાખીને જામજાેધપુરના પી.આઈ. વાય. જે. વાધેલા અને તેમની ટીમના પ્રશરાજસિંહ જાડે જા, મહેન્દ્રસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, અશોકભાઈ ગાગીયા વગેરેએ દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન ઉમિયાજી ડેરી અને તેના ઘરમાંથી ૧૦૦ કિલો શંકાસ્પદ ઘી નો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસ દ્વારા ઘીના જથ્થાનું ફૂડ અને સેફટી વિભાગના અધિકારીની હાજરીમાં તેમનું સેમ્પલિંગ કરાયું છે, અને પૃથ્થકરણ માટે લેબો૨ેટ૨ીમા મોકલી અપાયું છે . જયારે વેપારી સામે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution