જામનગર જિલ્લાના વિકાસ કામો માટે રૂ. ૮૨૯ લાખ મંજૂર કરાયા
29, જુન 2021

જામનગર, જામનગર જિલ્લા આયોજન મંડળ દ્વારા જિલ્લાના પ્રભારી અને ઉર્જા મંત્રી સૌરભ પટેલના અધ્યક્ષ સ્થાને કલેકટર સૌરભ પારધી તેમજ સંલગ્ન અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવેલ હતી. આ બેઠકમાં મંત્રી સૌરભભાઇ પટેલ અને જામનગર જિલ્લા કલેકટર ગાંધીનગરથી વર્ચ્યુઅલી જાેડાયા હતા.કલેકટર કચેરીના સભાખંડથી મેયર બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનિયારા તથા ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, અધિક નિવાસી કલેકટર રાજેન્દ્ર સરવૈયા અને અન્ય અધિકારીઓ તેમજ તાલુકા પંચાયતોથી તાલુકા અધિકારીઓ વર્ચ્યુઅલ જાેડાયા હતા.જિલ્લા આયોજન મંડળની બેઠકમાં જામનગર પ્રભારી મંત્રીએ જિલ્લામાં તેમજ તાલુકાઓમાં, ગ્રામ વિસ્તારોમાં થયેલા કામકાજાે, બાકી રહેલ કામકાજાે વગેરેની વિગતવાર માહિતી મેળવી કામોની સમિક્ષા કરવામાં આવેલ અને લોકવિકાસના પ્રાથમિક આવશ્યકતાના કામોને અગત્યતા આપવા માર્ગદર્શન આપવામાં આવેલ હતું.જામનગરના પ્રભારી મંત્રી તરીકે સૌરભ પટેલ દ્વારા લેવામાં આવેલ જિલ્લા આયોજન મંડળની આ બેઠકમાં વિકેન્દ્રીત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ યોજનાઓ પૈકી ૧૫% વિવેકાધીન જાેગવાઇ હેઠળ રૂ.૭૨૮.૦૩ લાખના ૩૨૧ કામો, અનુ.જાતિ જાેગવાઇનાં રૂ. ૮૧ લાખના ૪૯ કામો તથા ૫% પ્રોત્સાહક જાેગવાઇ હેઠળ રૂ.૨૦ લાખના ૮ કામો મંજૂર કરવામાં આવ્યા હતા. આમ,કુલ રૂ.૮૨૯.૦૩ લાખનાં કુલ ૩૬૯ કામો સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતા. બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાજેન્દ્ર રાયજાદા ઉપસ્થિત રહ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution