રાજપીપળા, નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ભાજપનો ભગવો તો લેહેરાયો છે.નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ અને મહામંત્રી નીલ રાવ વિરુદ્ધ પ્રદેશમાં ફરિયાદો થઈ હતી કે ઘનશ્યામ પટેલનું નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવા અને બિટીપીના છોટુ વસાવા સાથે સેટિંગ છે.એટલે એમની અથવા એમના પરિવાર સામે નબળા ઉમેદવારો મૂકી એમને ફાયદો કરાવશે.નિલ રાવની જ્ઞાતિની જિલ્લામાં ઘણી ઓછી સંખ્યા છે એટલે કાર્યકરોમાં રોષ ફેલાયો છે.આ તમામ કારણે ભાજપને નુકશાન જશે, આ ફરિયાદ પરથી એમ લાગતું હતું કે ભાજપનો રકાશ નક્કી છે. પણ ફરિયાદ કરતા પરિણામ વિપરિચ આવ્યું, ડેડીયાપાડા અને સાગબારામાં ભાજપને બહુમતી મળી તો બીજી બાજુ નાંદોદ ધારાસભ્યની પુત્રી, પુત્ર અને એમના જમાઈ સામે ભાજપનો ઉમેદવાર જંગી બહુમતીથી જીત્યો આમ ફરિયાદ પોકળ સાબિત થઈ.અત્યાર સુધી નાંદોદ તાલુકાની ભદામ જિલ્લા પંચાયત અને વાઘેથા તાલુકા પંચાયત પર કોંગ્રેસનો જ વિજય થતો આવ્યો છે.નર્મદા જિલ્લા ભાજપ મહામંત્રી નીલ રાવના મત વિસ્તારમાં આવતી એ બન્નેવ બેઠકો કબજે કરવી એ મહામંત્રીની અગ્નિ પરીક્ષા સમાન હતી.પણ કોઈ જાતિવાદી સમીકરણ કામ ન કર્યું અને આઝાદી બાદ પ્રથમ વખત ભદામ જિલ્લા પંચાયત અને વાઘેથા તાલુકા પંચાયત બેઠક ભાજપે જંગી બહુમતિથી જીતી લીધી છે.