સુરેન્દ્રનગર 

કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરેન્દ્રનગર જિલ્લાના તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.સતત બીજા વર્ષે પણ સૌરાષ્ટ્રનો પ્રખ્યાત તરણેતરીયો મેળો બંધ રહેશે!.આ વર્ષ સુરેન્દ્રનગર જીલ્લામાં સતત બીજા વર્ષે પણ લોક મેળાઓ બંધ રહેશે.મહત્વનું છે કે, કોરોનાનુ સંક્રમણ ન ફેલાય તે માટે સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવામા આવ્યો છે.વિશ્વ વિખ્યાત તરણેતરનો સતત બીજા વર્ષે બંધ રહેશે અને તરણેતર મંદિરમાં ધ્વજા રોહણ પણ મર્યાદિત લોકોની હાજરીમાં કરવામાં આવશે.

પાંચાળની ભીમીની આગવી ઓળખ એટલે તરણેતરીયો મેળો. મેળામાં મોજ કરીને પવિત્ર કુંડમાં સ્નાન કરવા ઉતાવળા થઇ રહેલા લાખો ભાવીકોની ઇચ્ચા આ વર્ષે પણ અધુરી રહેશે.દર વર્ષ લાખોની સંખ્યામાં મેળો માણવા અને કુંડમાં સ્નાન કરવા માટે લોકો આવે છે. પરંતુ કોરોનાને કારણે ગયા વર્ષે પણ તરણેતરનો મેળો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તો આ વર્ષે હજુ પણ કોરોના ગયો નથી અને માથે ત્રીજી લહેરનું જોખમ ઉભુ છે. જો મેળામાં લાખોની સંખ્યામાં લોકો ભેગા થાય અને એક બીજાના સંપર્કમાં આવે તો કોરોના ફેલાવાની શકયતાઓ વધી જાય છે. આથી આ વર્ષે પણ મેળો બંધ રાખવાનો તંત્ર દ્રારા નિર્ણય લેવામાં આવ્યો છે.