અમદાવાદ-

રાજ્ય સરકાર દ્વારા લન્ડ ગ્રેબિંગ એકટ અમલી બનાવ્યો છે.. ત્યારે તમામ જિલ્લા કલેકટર ની અગવાનીમાં કમિટીની રચના કરી છે.. દર મહિને આ કમિટીની બેઠક મળતી હોય છે. કમિટી દ્વારા લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ વધુ 8 કેસ નોંધવામાં આવ્યા છે જેમાં કુલ 33 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. અગાઉ પણ 2 બેઠક મળી હતી અત્યાર સુધી કુલ 16 ગુના નોંધવામાં આવ્યા છે. જેમાં 53 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.. અત્યાર સુધી ની જો વાત કરીએ તો કુલ 1350 કરોડની ખાનગી તેમજ સરકારી જમીન પર થી ભુ માફિયાનો કબ્જો હટાવવામાં આવ્યો છે. આગામી સમયમાં આજ કડકાઈ સાથે કામગીરી કરવામાં આવશે.જો કોઈ પણ સાથે જમીન મામલે છેતરપીંડી થઈ હોય તો કલેકટર માં ફરિયાદ કરવામાં આવશે તો તે અંગે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે