હિંમતનગર તાલુકામાં હિંદુ યુવા સંગઠન જીવદયા સમિતિની રચના
14, સપ્ટેમ્બર 2020

અરવલ્લી : હિંદુ યુવા સંગઠન ભારતના ઉત્તર ગુજરાત અધ્યક્ષ ભૃગુવેન્દ્રસિંહ કુંપાવતની અધ્યક્ષતામાં હિંદુ યુવા સંગઠન સાબરકાંઠા જિલ્લામાં નવા પદાધિકારીઓની વરણી કરવામાં આવી છે. જેમાં જીવ દયા સમિતિમાં સંજયભાઈ ગાંધી (હિંમતનગર તાલુકા પ્રમુખ), હર્ષભાઈ પટેલ (તાલુકા ઉપપ્રમુખ), ગોપીભાઈ બારોટ (પ્રમુખ હિંમતનગર), વાસુભાઈ વણઝારા (ઉપપ્રમુખ), સાહિલ પંચાલ (ઉપપ્રમુખ), મિતેષ જોશી (ઉપપ્રમુખ), પાર્થ મકવાણા (મહામંત્રી), મહેતા દીક્ષિત (મંત્રી), ભગવતીલાલ ચાવલા (મંત્રી), ધ્વનિત શાહ, મોહનભાઈ સલાટ, કાળું નાગરાજ, શાહ આસુતોષ , વ્યાસ અમન, જય નાયકઅને જયદીપ રાવલને સહમંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સંગઠનમાં જશવંતસિંહ સોલંકી ( સાબરકાંઠા ઉપ પ્રમુખ ) , પિંટુસિંહ ઝાલા (હિંમતનગર ગ્રામ્ય ઉપ પ્રમુખ) મંગલસિંહ ચૌહાણ (ગ્રામ્ય મંત્રી),મહેન્દ્રસિંહ મકવાણા (ગ્રામ્ય સંગઠન મંત્રી) , ઝાલમસિંહ ચૌહાણ (ગ્રામ્ય સહ મંત્રી), રંગુસિંહ મકવાણા(ગ્રામ્ય સહ મંત્રી)ની વરણી કરવામાં આવી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution