નવી દિલ્હી

ભૂતપૂર્વ કેન્દ્રીય રાજ્ય પ્રધાન દિલીપ ગાંધીનુ બુધવારે સવારે નવી દિલ્હીમાં નિધન થયુ છે. તેમનો કોરોના અહેવાલ સકારાત્મક આવ્યો હતો. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, તેથી મંગળવારે બપોર પછીથી, તેઓ વેન્ટિલેટર પર હતા. જોકે, સારવાર દરમિયાન આજે સવારે જ તેમણે પ્રાણ ગુમાવ્યા હતા. મૃત્યુ સમયે તેઓ સિત્તેર વર્ષના હતા. તેમના બાદ તેમના ઘરમાં પત્ની, બે પુત્ર અને એક પુત્રી છે.

દિલીપ ગાંધી ત્રણ વખત, ભારતીય જનતા પાર્ટીના સાંસદ બન્યા હતા. 2003 થી 2004 સુધી, તેઓ કેન્દ્રમાં ભાજપ સરકારમાં શિપબિલ્ડિંગ રાજ્યમંત્રી હતા. 1999 માં પ્રથમ વખત તેઓ સાંસદ બન્યા હતા. તેઓ 2009 અને 2014 માં ફરીથી ચૂંટાયા હતા. જો કે, 2019 ની ચૂંટણીમાં, પાર્ટીએ ગાંધીની જગ્યાએ, સુજય વિખેને મેદાનમાં ઉતાર્યા હતા. દિલીપ ગાંધીનો ઉછેર સંઘની પ્રણાલી મુજબ થયો હતો. તેમણે ભારતીય જનતા પાર્ટીની, વિવિધ શાખાઓમાં કામ કર્યું હતુ. તેમણે મ્યુનિસિપલ કાઉન્સિલર, ડેપ્યુટી મેયર, નગર અર્બન બેંકના ચેરમેન વગેરે પદ સંભાળ્યા હતા. બાદમાં, જ્યારે તેઓ દિલ્હીમાં સાંસદ હતા, ત્યારે તેઓ મતદારક્ષેત્રના, ઘણા મુદ્દાઓને ઉકેલવા માટે સક્રિય રીતે ભાગ લેતા હતા.

તેમના નિધન પર વડાપ્રધાન મોદી જી એ પણ શોકાંજલિ અર્પી હતી.