ભાજપના પૂર્વ સાંસદની સજા સ્થગિત કરતી હાઇકોર્ટ ૧લાખના જામીન પર મુક્ત
01, ઓક્ટોબર 2021

અમદાવાદ, સમગ્ર દેશમાં ચર્ચા જગાવનારા આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યાકાંડના કેસમાં ભૂતપૂર્વ ધારાસભ્ય દીનુ સોલંકીને જામીન પર છોડવાનો ગુજરાત હોઇકોર્ટે આદેશ કર્યો છે.ગુજરાત હાઈકોર્ટે આજે ભાજપના ભૂતપૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીની આજીવન કેદની સજા સ્થગિત કરી હતી, જેને ૨૦૧૯ માં સીબીઆઈની વિશેષ કોર્ટે દોષિત ઠેરવ્યા હતા.તેની સજા સ્થગિત કરીને અને તેને શરતી જામીન આપતાં, જસ્ટિસ પરેશ ઉપાધ્યાય અને જસ્ટિસ એ.સી. જાેશીની ખંડપીઠે અવલોકન કર્યું હતું કે કેસ સંજાેગોવશાત પુરાવા પર આધારિત છે.દિનુ  સોલંકીએ તેમને કરાયેલી  સજા સામે હાઈકોર્ટમા અપીલ કરી હતી. જેની  સુનાવણી બાદ કોર્ટે એક લાખ રૂપિયાના જામીન ઉપર મુક્ત કરવાનો આદેશ કર્યો હતો. હાઇકોર્ટે શરતોને આધીન જામીન આપ્યાં છે જેમાં દેશની બહાર મંજૂરી વિના ન છોડવાની પણ શરત રાખવામાં આવી છે.આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાએ વર્ષ ૨૦૧૦માં ગીર અભયારણ્યમાં ગેરકાયદે ખનન થતું હોવાનો આરોપ લગાવીને હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી. આ અરજીની સુનાવણી શરૂ થતાંની સાથે જ અમિત જેઠવાની હાઇકોર્ટની સામે જ ગોળી મારીને હત્યા કરી દેવાઇ હતી. ર્ ૨૦૧૦ની ૨૦મી જુલાઇના રોજ થયેલી હત્યામાં  તત્કાલિન  સાંસદ અને પૂર્વ ધારાસભ્ય દિનુ બોઘા સોલંકીનું નામ સામે આવ્યું હતું., અમિત જેઠવાના પિતાએ આ મામલે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં દીના સોલંકીની સંડોવણીનો ઉલ્લેખ કર્યો હતો. આ મામલે ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસ કરાઇ હતી. જેમાં દીનુ સોલંકીને સંડોવણીને નકારી તેમને ક્લિન ચીટ આપી હતી.દીના સોલંકીના  ભત્રીજા શિવા સોલંકીની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવી  હતી, 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution