ધ્રાંગધ્રામાં આગ લાગવાની ઘટનાનો ચિંતાર જાણવા પુર્વ કેબીનેટ મંત્રીએ મુલાકાત લીધી
09, નવેમ્બર 2023

ધ્રાંગધ્રા, ધ્રાંગધ્રા શહેરમા ગત ગુરુવારે બનેલી ઘટના શહેરના વેપારીઓ માટે ગોઝારો ઘટના તરીકે ઉભરાઇ છે. ગુરુવારે સવારે એક બાદ એક કપડાના શોરૂમ અને દુકાનોમા આગ લાગતા આશરે કરોડોનું નુકશાન સામે આવ્યુ છે દિવાળીના તહેવાર સમયે જ આ પ્રકારની ઘટનાને લઇને સમગ્ર પંથકને હચમચાવી દીધા છે ત્યારે રાજ્યના પુવઁ કેબીનેટ મંત્રી આઇ.કે.જાડેજા દ્વારા ધ્રાંગધ્રા શહેરની મુખ્ય બજારમા જ્યા આગ લાગી હતી તે સ્થળ પર જઇ સમગ્ર ઘટનાનો ચીતાર જાણ્યો હતો બાદમા આગ દરમિયાન નુકશાન થયેલ દુકાનોના માલિકોને પણ મળી તમામને આશ્વાસન આપ્યુ હતુ જ્યારે આ ભયંકર આગ સામે સતત કલાકો સુધી ઝઝુમી આગને કાબુમાં લેનાર આમીઁ, પાલિકાના કમઁચારીઓ તથા વ્યવસ્થા મેળવનાર પોલીસના જવાનોને પણ મળી સારી કામગીરી બદલ પ્રોત્સાહીત કયાઁ હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution