હિરેન પટેલ હત્યા કેસમાં માજી સાંસદ બાબુ કટારાના પુત્રની પૂછપરછ કરાઇ
01, જાન્યુઆરી 2021

ઝાલોદ, ઝાલોદ નગરપાલિકાના કાઉન્સિલર હિરેન પટેલ ની હત્યા ના હરિયાણાના મેં વાત વિસ્તારમાંથી પકડાયેલ ઇમરાન ગુડાલા એ પૂછપરછ દરમિયાન ઝાલોદના માજી સાંસદ બાબુભાઈ કટારા ના પુત્ર અમિત કટારા નું નામ દેતા એકશનમાં આવેલી દાહોદ એલસીબી પોલીસે ગણતરીના દિવસોમાં આજરોજ અમિત કટારાને તેના માદરે વતન ઝાલોદ તાલુકાના ચિત્રોડીયા ગામેથી ઝડપી પાડતા દાહોદ જિલ્લાના રાજકારણમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.

ઝાલોદના કાઉન્સિલર હિરેન પંડ્યા ની હત્યાના છેલ્લા કેટલાક સમયથી નાસતા ફરતા આરોપી ઝાલોદના ઇમરાન ગુડાલા ને ગુજરાત એટીએસ ની ટીમે હરિયાણાના મેવાત વિસ્તારમાંથી હરિયાણા પોલીસની મદદથી ઝડપી પાડયો હતો જેને ગઈકાલે વિડિયો કોન્ફરન્સથી પોલીસે ઝાલોદ ની કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી કરતા કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા પકડાયેલા કથતિ આરોપી ઇમરાન ગુડાલા એ પોલીસની પૂછપરછમાં પોતે હત્યાની સોપારી અમિત કટારા ના કહેવાથી આપી હોવાનું જણાવતા હિરેન પટેલ હત્યાકાંડના મુખ્ય આરોપી તરીકે અમિત કટારા નું નામ ખુલતા દાહોદ પોલીસ હરકતમાં આવી હતી અને ગણતરી ના દિવસોમાં દાહોદ એલસીબી પોલીસે અમિત કટારાને તેના માદરે વતન ચિત્રોડીયા ગામેથી ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution