પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહ કોરોનાથી સંક્રમિત, દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ
19, એપ્રીલ 2021

દિલ્હી-

દેશમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. તેની વચ્ચે દેશના પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસ નેતા ડોક્ટર મનમોહન સિંહ કોરોનાથી સંક્રમિત થયા છે. તેમને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંગ કોરોનાથી સંક્રમિત થતાં તેમને એઈમ્સમાં દાખલ કરાયા છે. હાલમાં મળતી માહિતી મુજબ કોંગ્રેસ યુપીએ2માં પ્રધાનમંત્રી રહેલા મનમોહનસિંહ કોરોના પોઝીટીવ થયા છે. હાલ તેમની તબિયત બગડતાં તેમને એઈમ્સમાં દાખલ કરાયા છે. હાલ તેમની તબિયતને લઈને કંઈ વધુ નિવેદન આવ્યું નથી. દેશમાં ઝડપથી વધી રહેલા કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને પૂર્વ પીએમ મનમોહનસિંહે પીએમ નરેન્દ્ર મોદીને ગઈકાલે એક પત્ર લખીને કેટલાક સૂચનો કર્યા હતાં.

હવે સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને તેનો જવાબ આપ્યો છે.તેમણે પ્રતિભાવ આપતા કહ્યુ છે તે, આ પ્રકારના સમયમાં જો કોંગ્રેસના જ નેતાઓ ડો.મનમોહનસિંહના સૂચનો ધ્યાનમાં રાખીને સરકાર સાથે સહયોગ કરે તો વધારે સારી વાત હશે. એવુ લાગે છે કે, જે લોકોએ તમારા માટે  પત્ર તૈયાર કર્યો છે તેમણે તમને પૂરી હકીકતથી વાકેફ કર્યા નથી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution