છોટાઉદેપુર 

છોટાઉદેપુર સ્ટેટના માજી રાજવી સ્વ ફતેહસિંહજી ની નવાપુરા પોસ્ટ ઓફિસ યુવક મંડળ દ્વારા શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી છોટાઉદેપુર સ્ટેટ ના માજી રાજવીઓનું છોટાઉદેપુર વિસ્તાર ના લોકો ઉપર મોટો ઉપકાર છે તેઓએ તેઓના શાસન કાળ દરમિયાન આ વિસ્તારના લોકોને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી.

 તેઓએ છોટાઉદેપુર નગરનું સુંદર આયોજન બદ્ધ રીતે કર્યું હતું નગરની વચ્ચે નગરની શોભા વધારતું કુસુમ સાગર તળાવ, સરદાર બાગ અને નગરના પહોળા રસ્તાઓ પાણી સુવિધાઓ રજવાડી સમયનું રેલવેસ્ટેશન, રજવાડી સમયનું પોસ્ટ ઓફિસ, સેક્રેટરી બ્લ્ડિંગ જેમાં હાલ કોર્ટ ચાલી રહી છે દવાખાનું અને રજવાડી સમયમાં રાજાનો દરબાર ભરાતો હતો તેઓ નગર નો શોભા વધારતો દરબાર હોલ, સિનેમા ઘર, સબ જેલ અને શ્રી ફતેસિંહજી હાઇસ્કુલ તથા શ્રી નટવરસિંહજી કોલેજ જેવી અનેક ભૌગોલિક સુવિધાઓ નગર ને ભેટ માં આપી ગયા હતા છોટાઉદેપુરના નગરજનો શ્રી ફતેસિંહજી મહારાજની જન્મ જયંતિ પાર હંમેશા યાદ કરી પુષ્પાજલી અર્પણ કરી શ્રદ્ધા સુમન અર્પણ કે આજરોજ ૨૨મી ઓક્ટોમ્બર તેમની જન્મ જયંતિ ની ઉજવણી પ્રસંગે નવાપુરા પોસ્ટ ઓફિસ યુવક મંડળ દ્વારા તેમની પ્રતિમા ઉપર ફૂલહાર તેમજ ૧૫૧ દીવડા પ્રગટાવી શ્રધાંજલિ આપવામાં આવી હતી. છોટાઉદેપુરવાસીઓએ રાજવીને યાદ કરીને તેમણે કરેલા કામોને યાદ કર્યા હતા.