13, જુલાઈ 2020
લખનઉ, તા.૧૨
કોરોના વાયરસના વધી રહેલા પ્રકોપના કારણે દરેક લોકો ડરેલા છે. તમામ ઉપાયો છતાં કોરોના ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ દરમિયાન ભારતના પૂર્વ ક્રિકેટર અને વર્તમાન યુપી સરકારના કેબિનેટ મંત્રી ચેતન ચૌહાણ કોરોના સંક્રમિત મળી આવ્યા છે. તેમને લખનઉની સંજય ગાંધી પીજીઆઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી શકે છે. ચેતન ચૌહાણ છેલ્લા થોડા દિવસોથી બિમાર હતા અને કોરોનાના લક્ષણ પણ જાેવા મળતા હતા. જે બાદ શનિવારે તેમનો કોરોના ટેસ્ટ કરાયો જેમાં તેઓ પોઝિટિવ મળી આવ્યા. હવે ચેતનના પરિવાર અને તેને મળેલા અન્ય લોકોનો પણ કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે.