સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં ઉમેદવારોએ ભર્યા ફોર્મ, જીતના કર્યા દાવા
23, ઓક્ટોબર 2020

સેલવાસ-દમણ-

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવમાં 8મી નવેમ્બરના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે. જે માટેની 21મી ઓક્ટોબર છેલ્લી તારીખ સુધીમાં ભાજપ, કોંગ્રેસ, JDU અને અપક્ષ ઉમેદવારોએ પોતાના ફોર્મ ભરી જીતના દાવા કર્યા હતાં. તો દાદરા નગર હવેલીમાં જ 965 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જ્યારે દમણમાં ઉમેદવારોનો આંકડો ઇલેક્શન કમિશને જાહેર જ કર્યો નથી. તેમ છતાં દમણ નગરપાલિકામાં વોર્ડ નંબર 12 અને 15 બિનહરીફ ભાજપના ફાળે ગઈ છે.

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવમાં 8મી નવેમ્બર રોજ નગરપાલિકા,જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. યુનિયન ટેરિટરીમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની 20 ગ્રામ પંચાયત માટે સરપંચ, સભ્યો, જિલ્લા પંચાયતની 20 સીટ માટે સભ્યો અને સેલવાસ નગરપાલિકાની 15 સીટ માટે નગરસેવકોની ઉમેદવારી ફોર્મ ભરવા માટે 21મી સપ્ટેમ્બર છેલ્લો દિવસ હતો. છેલ્લા દિવસ સુધીમાં આ તમામ સીટ માટે ભાજપ, કોંગ્રેસ, JDU અને અપક્ષ મળી કુલ 965 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જેમાં નગરપાલિકા વોર્ડ માટે કુલ 84 ઉમેદવારોએ તો જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત માટે 881 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જેમાં પ્રથમવાર અપક્ષ સાંસદ મોહન ડેલકરના સમર્થનમાં JDUના સભ્યો ગ્રામ પંચાયત વોર્ડમાં બિન હરીફ ચૂંટાઈ રહ્યા છે. JDU દાદરા નગર હવેલીમાં મજબૂત ગતિએ આગળ વધી રહ્યું છે. સેલવાસ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલના ઉમેદવાર રાકેશસિંહ ચૌહાણે ભાજપ સત્તા મેળવશે તેવા દાવા સાથે JDU ને સમર્થન આપનારા સાંસદ પાર્ટી બદલું હોય જનતા ભાજપના વિકાસને લઈને ભાજપને જીત અપાવશે તેવો દાવો કર્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution