જામનગર, જામનગરમાં ડ્રગ્સ સહિત ગાંજાનો કાળો કારોબાર સતત વધી રહ્યો છે. કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયા બાદ પોલીસ જામનગરમાંથી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. કારમાં ૧૦ કિલો ગાંજાે ભરી જઈ રહેલા ૪ શખ્સોને એસઓજી પોલીસે ઝડપી પાડ્યાં હતા. પોલીસે રૂપિયા ૪.૪૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જામનગરમાં કેફી દ્રવ્યને ડામવા પોલીસ સર્તક બની છે. પોલીસે ડ્રગ્સ ઝડપ્યા બાદ હાલ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. ઈકો કારમાં ગાંજાનો જથ્થો લઈને જઈ રહેલા ૪ શખ્સોને પોલીસે દબોચી લીધા છે. બે આરોપીઓ અગાઉ પણ ગાંજા પ્રકરણમાં પોલીસ ચોપડે ચડી ચુક્યા છે. એસઓજી પોલીસે ચોક્કસ હક્કિતના આધારે રેડ કરી હતી. જેમાં આરોપી સલીમ ઉર્ફે સલીયો વલીમામદ માકોડા, રાહુલ ઉર્ફે કારો રાજુભાઇ દતેશરીયા, તુષાર ઉર્ફે ટકો હરીશભાઇ ગણાત્રા , મહેન્દ્રસિંહ ઉર્ફે મેદીયો ઉમેદસિંહ જાડેજા તમામ જામનગર વાળાઓને ઇક્કો ગાડી સાથે૧૦ કિલો ૩૦૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે ૧૦ કિલો ગાંજાે તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા ૪,૪૮,૨૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ શખ્સો વિરૂદ્ધ સીટી બી ડીવી. પો.સ્ટે.માં એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુનો દાખલ કર્યો છે. મજકુર સલીમ વલીમામદ માકોડા તથા રાહુલ ઉર્ફે કારો રાજુભાઇ દતેશરીયા અગાઉ પણ ગાંજાના કેસમાં ઝડપાયા હોવાની હકીકત પણ સામે આવી છે.