દેવગઢબારિયામાં ગેરકાયદે રેતીનું વહન કરતા ચાર ડમ્પર જપ્ત કરાયાં
04, જાન્યુઆરી 2021

દેવગઢ બારિયા, દેવગઢ બારીયા તાલુકામાં આવેલી નદીઓમાંથી કેટલાક મોટા માથાઓ દ્વારા રેતી ઉલેચવાનું કામ છેલ્લા કેટલાય સમયથી ધમધોકાર ચાલી રહ્યું છે અને ઓવરલોડ રેતી ભરેલી ગાડીઓ રોજબરોજ ફરજ પર તૈનાત પોલીસની હાજરીમાં જ દેવગઢબારિયા નગરના માર્ગો ઉપરથી પસાર થઇ અન્યત્ર જાય છે મોટા માથાઓની રેતી ખનનની આ કામગીરી સામે પગલાં લેવાના બદલે આ મામલે જિલ્લાનું ખનિજ તંત્ર પણ કોઇને કોઇ કારણસર મૌન ધારણ કરી લઈ નરોવા કુંજરોવાની ભૂમિકા ભજવી રહ્યું છે. તેમનો ટાર્ગેટ પૂરો કરવા નાના નાના માથાને પકડી તેમની સામે કેસ કરી ટાર્ગેટ પૂરો કરી સંતોષ માણે છે. ભૂસ્તર વિજ્ઞાન અને ખાણ-ખનિજ ખાતા ગાંધીનગરની ફ્લાઇંગ સ્ક્વોડ એ આજરોજ સવારે સવા છ વાગ્યાના સુમારે દેવગઢબારિયા નગરમાં માર્ગ પર જરૂરી વોચ ગોઠવી ઓવરલોડ સાદી રેતી ભરેલ આરજે.૦૩.જીએ.૫૩૦૧ નંબરનો ડમ્પર તથા આરજે૦૩.જીએ.૫૨૨૪ નંબરનું ઓવરલોડ સાથી રેતી ભરેલ ડમ્પરને પકડી પાડી તેના ચાલકો મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના ભાવપુરા ગામના માધુભાઈ તેરસીંગભાઈ કટારા તથા થાંદલા ગામના દિલીપભાઈ તેરસિંગ કટારા અટક કરી તથા બે ડમ્ફર ગાડીઓના ચાલકો ડમ્ફર ગાડીઓ મૂકી નાસી જતા જીજે.૦૬.ઝેડ.૯૨૬૮ તથા જીજે.૦૨.વાય.૬૮૪૦ નંબરની બે ડમ્પર ગાડીઓ મળી શાદી રેતી ઓવરલોડ ભરેલ રૂપિયા ૪૦ લાખની કિંમતની કુલ ચાર ડમ્પર ગાડી ઝડપી પાડી દેવગઢબારિયા પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution