મુદ્રાના કેરામાં ફરી એકવાર ઓવરલોડ પથ્થરો ભરેલા ચાર ડમ્પર ઝડપાયા
20, જાન્યુઆરી 2023

મુદ્રા, તાલુકાના કેરા ગામે ફરી એકવાર સ્ટોન બોલ્ડર પથ્થરો ભરેલા ઓવરલોડીંગ ડમ્પરો સાથે ચાર ઇસમોને માનકુવા પોલીસે ઝડપી લીધા હતા.અગાઉ પણ આરટીઓ અને ખાણ ખનીજ વિભાગને કરવાની થતી આ કાર્યવાહી સ્થાનિક પોલીસે કરી હતી. માનકુવા પોલીસના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે કેરા ગામેથી કેરા મુન્દ્રા રોડ ઉપર પહોચતા ચાર સ્ટોન બોલ્ડર પથ્થરો ભરેલા ડમ્પર જતા હોઈ રોકવામાં આવ્યા હતા તેમજ ચાલકો પાસેથી રોયલ્ટી તેમજ આધાર-પુરાવા માંગતા મળી આવ્યા ન હતા.ઓવરલોડીંગ તથા તાડપત્રી ઢાંક્યા વગર ડમ્પરો મળી આવતા વાહન વ્યવહાર કચેરી તથા ખાણ ખનીજ કચેરીને લગતી કાયદેસરની કાર્યવાહી કરવામા આવી છે.ડમ્પર સાથે રાજેશભાઈ કરશનભાઈ ચાવડા (કણજરા),૨ઘુવિરસિંહ ખેંગારજી જાડેજા (ગુંદાલા),અબ્બાસ અલીમામદ બાયડ(પત્રી) અને રજાક ઇસ્માઇલ કાતીયાર (બેરાજા)ની અટક કરવામાં આવી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution