શિકાગો

યુ.એસ. માં શિકાગોના સાઉથ સાઇડ વિસ્તારમાં એક મકાનમાં થયેલી તકરાર બાદ ગોળીબારમાં ચાર લોકો માર્યા ગયા છે અને ચાર અન્ય ઘાયલ થયા છે. પોલીસે આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે ફાયરિંગની ઘટના મંગળવારે સવારે ૫ઃ૪૨ વાગ્યે બની હતી. આ કેસમાં હજુ સુધી કોઈ ધરપકડ થઈ નથી. પોલીસને પીડિતો વિશે ઓછી માહિતી મળી છે. એવું માનવામાં આવે છે કે તેમાંથી કોઈ સગીર નહોતી. આ ઘટનામાં માર્યા ગયેલા લોકોની ઓળખ તુરંત જાહેર કરવામાં આવી નથી. પોલીસના કહેવા પ્રમાણે, ઘાયલ થયેલ ચારમાંથી ૨૫ વર્ષિય યુવક અને અન્ય એક વ્યક્તિને પાછળથી માથામાં ગોળી વાગી હતી. તેમની હાલત વિશેની માહિતી જાહેર કરવામાં આવી નથી, જ્યારે ૨૩ વર્ષીય યુવતિ અને અન્ય એક મહિલાની હાલત ગંભીર છે.