અમદાવાદ, નિકોલના ઔડાના મકાનમાં રહેતા પરીવાર સાથે અગાઉની અદાવતમાં ચાર શખ્સોએ લાકડાના દંડા અને છરી વડે હુમલો કરી પરીવારના બે યુવકને છરીના ઘા મારી આડેધડ લાકડીના ફટકા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ચારેય શખ્સો ફરાર થઈ ગયા હતા. આ અંગે નિકોલ પોલીસને જાણ થતા પોલીસે ચારેય આરોપીના વિરુદ્ધમાં હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી ચારેયની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે. નિકોલના પારંતિ આવાસ યોજનાના ઔડાના મકાનમાં રહેતા જીગરભાઈ ગોહેલ (ઉ.વ.૩૬) સવારના સમયે તેમના મોટાભાઈ મોંટુ તથા મમ્મી કૈલાશબેન સહીતના લોકો સાથે ઘરની બહાર બાકડા પર બેઠા હતા. દરમિયાન ઔડાના મકાનમાં રહેતા રાહુલ ઉર્ફે સર્કિટ, જૈમિન ઉર્ફે ભુરિયો, હિમ્મત ઉર્ફે બાટલો તથા ભરતભાઈ પટણી અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને ત્યાં આવ્યા હતા અચાનક ગાળોબલવા લાગ્આ હતા. જેથી તેમને ગાળો બોલવાની ના પાડતા આ ચારેય ઉશ્કેરાઈ ગયા હતા અને પરિવારના સભ્યો સાથે મારઝુડ કરવા લાગ્યા હતા. જેના કારણે જીગરભાઈ છોડાવા વચ્ચે પડ્યા ત્યારે તેમને લાકડાના દંડા વડે મારઝુડ કરીને છરી વહે હુમલો કરીને છાતીના તથા પેટના ભાગે છરી નો ઘા મારી દીધો હતો. બીજી બાજુ આ જાેઈને મોટું બચાવવા વચ્ચે આવતા તેને પણ છરી મારી દીધી હતી. ત્યારબાદ લાકડીઓ વડે હુમલો કરી આડેધડ લાકડીઓ મારવા લાગ્યા હતા. અને અમારુ કાઈ બગાડી શકશો નહી અને પોલીસ પણ અમારુ કાંઈ બગાડી શકે તેમ નથી તમને તો જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપીને ચારેય શખ્સો ચાલ્યા ગયા હતા. બીજી બાજુ ઈજાગ્રસ્ત બંન્ને ભાઈઓને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટના પછી નિકલો પોલીસ સ્ટેશનમાં જીગરભાઈએ ફરીયાદ નોંધાવતા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને ચારેય આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે.