વલસાડ, તા.૧૭ 

ધરમપુર પાલિકાના રામવાડી વિસ્તાર માં દારૂગોળા માં વપરાતા જસત( ઝીંક ) બનાવતી કોમલ ઓટોમાઇઝર કંપની પર એક જાગૃત નાગરિકે ગેરકાયદે બાંધકામ કરી નવા પ્લાન શરૂ કરી દીધા ની ફરિયાદ કરતા મામલો ગરમાયો છે.આ કંપની માં અવાર નવાર બ્લાસ્ટ ની ઘટનાવો બનતી હોવાને કારણે આસપાસ ના લોકો દહેશતમાં આવી ગયા છે

 ધરમપુર ના રામવાડી વિસ્તાર માં ધરમપુર -વલસાડ માર્ગ પર અશોકા હોટેલ પાસે રહેલ પાર્ટીપ્લોટ અને પેટ્રોલપંપ ની નજીક વિસ્ફોટક પદાર્થ બનાવતી કોમલઓટોમાઇઝર કંપની એ કોઈપણ જાત ની પરવાનગી વગર ગેરકાયદે બાંધકામ કરી નવો એકમ શરૂ કરતાં વિસ્તારના જ ધીરાજભાઈ રણછોડ ભાઈ પટેલે નગરપાલિકા ચીફ ઓફિસર, ફેકટરી ડેપ્યુટી ડાયરેકટર વલસાડ અને કંપની સંચાલક ને બાનમાં લઈ મહામાહિમ રાજ્યપાલ ને લેખિત ફરિયાદ કરી વિસ્ફોટક પદાર્થ બનાવતી કંપની ને બંધ કરાવવા માંગ કરી છે.અરજી માં જણાવ્યા પ્રમાણે કોમલ ઓટોમાઇઝર કંપની રહેણાક વિસ્તાર માં આવેલ છે. અગાઉ કંપની માં થયેલ વિસ્ફોટક બ્લાસ્ટ ને કારણે કંપની માં કામ કરતા ૧૦ લોકો મૃત્યુ પણ પામ્યા હતા અને અનેક લોકો ને ઇજા થઇ હતી જેઓ ને કંપની દ્વારા યોગ્ય વળતર પણ અપાયું નથી.હાલ માં ૧૮ કર્મચારી સાથે છોટેલાલ નામક સુપર વાઇઝર કંપની માં કામ કરાવી રહ્યો છે.