અમદાવાદ-

ફેસબૂક પર ગર્લફ્રેન્ડ બનેલી વિદેશી યુવતી મીંડાએ અમદાવાદના રહીશ સાથે ૩૫,૦૦૦ હજાર યુરો (૩૧ લાખ ૪૪ હજાર ૫૮૪ રૂપિયા) અને લાખો રૂપિયાની ઠગાઈ આચરી હતી. પોતાની સાથે બનેલી, કોઈને કહી ના શકાય અને સહન પણ ના કરી શકાય તેવી ઘટના અંગે આધેડએ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી છે. કૃષ્ણનગરના અંબિકા પાર્ક ડુપ્લેક્ષમાં દશરથભાઈ શંકરભાઈ પટેલ (ઉં,૫૨)ને ફેસબૂક આઈડી પર ગત તા. ૧-૪-૨૦૨૦ના રોજ યુવતી મીંડા નામની સ્વરૂપવાન યુવતીએ ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલતા તરત જ દશરથભાઈએ એક્સેપ્ટ કરી હતી. બાદમાં દશરથભાઈ યુવતી સાથે મેસેન્જરમાં વાતચીત કરવા લાગ્યા અને એકબીજાના વ્હોટસએપ નંબરની પણ આપલે કરી હતી.

વ્હોટસએપ પર મીંડાવીલ્ફ્રેડ સાથે દશરથભાઈએ ચેટિંગ કર્યું હતું. મીંડાવીલ્ફ્રેડએ પોતે ઇંગ્લેન્ડની કાર્નિવલ શિપિંગ કંપનીમાં કેપ્ટન હોવાનું જણાવી દશરથભાઈને આંજી નાંખ્યા હતા. મીંડાવીલ્ફ્રેડએ હું તમારા માટે ગિફ્ટ પાર્સલ મોકલું છું. જેમાં મોબાઈલ, જ્વેલરી, લેપટોપ, કપડાં, ઘડિયાળ હોવાનું દશરથભાઈને ગત તા.૧૪-૪-૨૦૨૦ના રોજ જણાવ્યું હતું.