દિલ્હી-

વિશ્વની મોટી મોટી વેબસાઇટ્સના ક્રેશ થવાના સમાચાર સામે આવી રહ્યા છે. લિસ્ટમાં જે વેબસાઇટ ક્રેશ થઈ છે, તેમાં હાલ Reddit, Spotify, Twitch, Stack Overflow, GitHub, gov.uk અને ન્યૂઝ આઉટલેટ ધ ગાર્જિયન, ન્યૂયોર્ક ટાઇમ્સ, બીબીસી, ફાઇનાન્સિયલ ટાઇમ્સ સહિતની અસંખ્ય લોકપ્રિય વેબસાઇટ્સ આઉટેજનો સામનો કરી રહી છે. સામાન્ય રીતે એક મહત્વપૂર્ણ ઇન્ટનેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસ પ્રોવાઇડરના કારણે આ પ્રકારના આઉટેજ જોવા મળી રહ્યા છે.

મળતી માહિતી મુજબ આમાં પ્રખ્યાત મીડિયા કંપની ન્યૂયોર્ક ટાઇમ્સ અને યુકે સરકારની વેબસાઇટ પણ સામેલ છે. આ વેબસાઇટ્સ લોડ થઈ રહી નથી અને યુઝર્સને સતત એરર જોવા મળી રહી છે. મીડિયા વેબસાઇટ ઈન્ડિપેન્ડેન્ટ પણ આ ઈશ્યૂથી પ્રભાવિત છે. એવું માનવામાં આવે છે કે, આ સમસ્યા ક્લાઉડ કમ્પ્યુટિંગ કંપની Fastlyને કારણે આવી છે, આ આ વેબસાઇટ્સને સેવા પૂરી પાડે છે. યુકેમાં પણ મોટાભાગની ન્યૂઝ વેબસાઇટ્સ ખોલવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ કેમ થઈ રહ્યું છે તે હજી જાણી શકાયું નથી. બ્રિટનની ગાર્ડિયન કહે છે કે ઇન્ટરનેટ શટડાઉન વચ્ચે તેની વેબસાઇટ અને એપ્લિકેશન બંધ થઇ ગઇ છે. ન્યૂઝ વેબસાઇટ્સ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અસર કરતી વિશ્વભરની વેબસાઇટ્સમાં અનેક અવરોધો આવતા અલગ-અલગ અફવાઓ ફેલાવવાની શરૂ થઇ ગઇ છે. રોઇટર્સ પણ સાઇટ્સને અસર કરતી સમસ્યાની પુષ્ટિ કરી શક્યા નથી. Amazon.com ઇંકની રિટેલ વેબસાઇટ પણ ઈન્ટરનેટ બંધ હોવાનો સામનો કરી રહી છે. ફાઇનાન્સિયલ ટાઇમ્સ, ધ ગાર્ડિયન, ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ અને બ્લૂમબર્ગ ન્યૂઝ સહિતનાં સમાચારો દ્વારા સંચાલિત મુખ્ય વેબસાઇટ્સ બંધ થઇ ગઇ છે.