કાબુલ-

અફઘાનીસ્તાનમાં તાલીબાન સરકારની રચનામાં પડેલા વિલંબ પાછળ પાકિસ્તાન સરકારની ભૂમિકા હોવાનું જાહેર થયું છે. એક તરફ કાબુલમાં તાલીબાનના વિવિધ જુથો વચ્ચે સરકારમાં સ્થાન મેળવવાની ખેચતાણ છે. કાબુલમાં સેકડો મહિલાએ પણ સરકારમાં તેમને યોગ્ય પ્રતિનિધિત્વ મળે તેવી માંગ સાથે દેખાવો કરી રહ્યા છે. આ વચ્ચે પાકની જાસૂસી એજન્સી આઈએસઆઈના વડા જનરલ ફૈજ હમીદ કાબુલ પહોચતા સરકારની રચનામાં પાકની ભૂમિકા પણ ખુલ્લી પડી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આઈએસઆઈ વડા ચીન અને પાકની સંયુક્ત ચાલ મુજબ તાલીબાનો પર ચોકકસ દબાણ લાવવાની હોવાનું ખુલ્યુ છે. પાકિસ્તાન અને તાલીબાનના સભ્યો નજીકના રહ્યા છે અને ખાસ કરીને તાલીબાનોના સર્જનમાં પણ પાકની ભૂમિકા રહી છે તે ચિંતા નથી. સરકારમાં પાક દબાણ લાવશે તે નિશ્ચિત છે.