ગાંધીધામ: 4 વર્ષિય બાળા સાથે દુષ્કર્મ આચરનાર શખ્સ ઝડપાયો
03, ઓગ્સ્ટ 2020

ગાંધીધામ-

શહેરના નાઈન બી વિસ્તારમાં એક નરાધમે ૪ વર્ષિય બાળકી સાથે દુષ્કર્મ આચરતા મામલો ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે પહોંચતા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીધામના ભારતનગર નજીક આવેલા ૯-બી વિસ્તારમાં આરોપી રામસિંહ ઉર્ફે મુઝડ અંકલ નામના શખ્સે પોતાની હવસ સંતોષવા ૪ વર્ષિય બાળકી સાથે શારીરિક અડપલા કરીને દુષ્કર્મ આચર્યું હતું.

ભોગ બનનાર બાળકી આરોપીના ઘરની બાજુમાં રહેતી હતી અને નરાધમના ઘેર રમવા માટે ગઈ હતી. દરમિયાન આરોપીના મનમાં વાસનાનો કીડો સળવળતા તેણે આ નીચ કૃત્ય કર્યું હતું. બનાવને પગલે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને રાઉન્ડઅપ કરી કોરોના ટેસ્ટ કરાવવા સહિત્ની કાર્યવાહી હાથ ધરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution