ગાંધીનગર: એક જ દિવસમાં ચિકનગુનિયાના 27 કેસ નોંધાતા, તંત્ર દોડયુ
25, સપ્ટેમ્બર 2020

ગાંધીનગર-

એક તરફ કોરોના અને બીજી તરફ ચોમાસુ હોવાથી મચ્છરજન્ય રોગોએ માથું ઉંચકયું છે. ગતવર્ષની તુલનામાં ચાલુ વર્ષે મચ્છરજન્ય રોગો વધ્યા હોવાનું તારણ છે. ખાનગી પ્રેક્ટિસ કરતા ડોક્ટરોના મત મુજબ ચિકનગુનિયા, ડેન્ગ્યુ, મેલેરિયાના કેસો વધી રહ્યાનું અનુમાન છે.

કોરોના કાળ વચ્ચે છેલ્લા કેટલાંક દિવસોથી ગાંધીનગરમાં ચિકનગુનિયાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. મચ્છર કરડવાથી ચિકનગુનિયા થતો હોવાથી ખાસ કાળજી લેવા ડૉક્ટરોએ સૂચન કર્યું છે. આવામાં તાવ આવે, સાંધા દુઃખે, શરીરમાં દુખાવો થાય એ ચિકનગુનિયાના લક્ષણ હોવાથી ખાસ સાવચેત રહેવા ડોક્ટરોની સલાહ છે.

રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે ગાંધીનગરમાં ચિકનગુનિયાનો કાળો કહેર સામે આવી રહ્યો છે. ગાંધીનગરમાં એક જ દિવસમાં ચિકનગુનિયાના ૨૭ કેસો સામે આવતા હડકંપ મચી જવા પામ્યો છે. તંત્ર દોડતું થઈ ગયું છે. રાજ્યમાં એકબાજુ કોરોના કહેર વરસાવી રહ્યો છે, ત્યારે બીજી બાજુ ચિકનગુનિયાના ૨૭ કેસ સામે આવતા તંત્ર સહિત લોકોમાં ફફડાટ જાેવા મળી રહ્યો છે. જાે ચિકનગુનિયાના કેસો આમને આમ વધતા રહ્યા તો તંત્ર માટે કોરોના વચ્ચે ચિકનગુનિયાને કંટ્રોલમાં લાવવો મુશ્કેલ થઈ શકે છે.

ગાંધીનગરમાં જે ૨૭ ચિકનગુનિયાના કેસો નોંધાયા છે, તે એક જ દિવસમાં સામે આવ્યા છે. હાલ તંત્રએ જે વિસ્તારમાં કેસો સામે આવ્યા છે, તે તપાસ શરૂ કરી દીધી છે. ગાંધીનગરના સેક્ટર- ૪, ૫, ૬માં ચિકનગુનિયાનો કાળો કહેર સામે આવ્યો છે. આરોગ્ય વિભાગની ટીમ આસપાસના વિસ્તારોમાં તપાસની કામગીરીમાં લાગી ગઈ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution