ગાંધીનગર,

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ રાજ્નાયના 34 પીઆઈ અને 50થી વધુ પીએસઆઈની તાબડતોડ બદલીઓ કરવાના આદેશ આપ્યા છે. શુક્રવારે પોલીસ ઇસ્પેક્ટરોની આંતરજિલ્લા બદલીના ઓર્ડરો જાહેર કર્યા હતા. જેના કારણે પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. મહત્વની વાત એ છે કે પશ્ચિમ કચ્છ પોલીસમાં ફરજ બજાવતા 5 પીઆઈની કચ્છ બહાર બદલી કરાઈ હતી તો, અન્ય જિલ્લામાંથી બે પીઆઇને પૂર્વ કચ્છમાં બદલી કરવામાં આવી છે. એક સાથે 34 પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીમાં જેમાં પશ્ચિમ કચ્છ પોલીસના નખત્રાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઈ જે.કે.રાઠોડની ગાંધીનગર, જખૌ મરીન પીઆઈ વી.કે.ખાંટની ખેડા, મુંદરા પીઆઈ પી.કે.પટેલની અમદાવાદ શહેર, લોકલ ઈન્ટેલિજન્સ બ્રાન્ચમાં ફરજ બજાવતા બી.આર.ડાંગરની રાજકોટ અને નલિયા સર્કલ પીઆઈ એ.એલ. મહેતાની અમદાવાદ શહેર ખાતે બદલી કરાઈ છે.

ગુજરાત રાજ્યમાં હવે પોલીસ કોન્સ્ટેબલ પણ ગુનાની તપાસ કરી શકશે. પાંચ વર્ષથી ઓછી સજાની જોગવાઇ વાળા ગુનાની તપાસ કોન્સ્ટેબલ કરી શકશે. રાજ્યમાં પોલીસ વિભાગ પર કેસનું ભારણ વધતા ગૃહવિભાગ દ્વારા ગુરૂવારે મોટો નિર્ણય લેવાયો હતો. ત્યારે હવે શુક્રવારે ગુજરાતના પોલીસ બેડામાં બદલીઓનો દોર જોવા મળ્યો છે.